google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeCrimeઝઘડિયાના નાના સાંજા ત્રણ રસ્તા નજીક ગલ્લા પર બેઠેલ મહિલા પર હુમલો...

ઝઘડિયાના નાના સાંજા ત્રણ રસ્તા નજીક ગલ્લા પર બેઠેલ મહિલા પર હુમલો કરનાર બે ઈસમો ઝડપાયા

- ખુનની કોશિશના ગુના હેઠળ ભરૂચ એલસીબી અને ઝઘડિયા પોલીસની ટીમે બે આરોપીને ઝડપી લઈને એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો - મહિલા પરના હુમલામાં તેના પતિની સંડોવણી હોવાનું બહાર આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ત્રણ રસ્તા નજીક ગલ્લા પર બેઠેલ એક મહિલા પર હુમલો કરવાના ગુના હેઠળ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસની ટીમે બે ઈસમોને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઘટનાની વિગતો જોતા તા.૩૧-૧૦-૨૦૨૪ ના રોજ  બપોરના ચાર વાગ્યાના અરસામાં ગુમાનદેવ-નાના સાંજા ત્રણ રસ્તા ખાતે એક ગલ્લા પર ગલ્લો ચલાવતા  અનીતાબેન યોગેશભાઈ પટેલ રહે.બોરીદ્રા તા.ઝઘડિયાના પાસે  કોઈ અજાણ્યા ઈસમે ગલ્લા પર આવી સીગારેટ માંગેલ ત્યાર બાદ સતત બે કલાક સુધી ગલ્લા પર સીગારેટ પીધેલ અને મોકો જોઈને મહિલાની એકલતાનો લાભ લઈ સદર અજાણ્યા ઈસમે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી ત્રણ જેટલા ઘા મારીને અનીતાબેન પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.ખૂન કરવાના ઈરાદે ગંભીર ઈજા પહોચાડેલ ત્યાર બાદ ઝઘડિયા પોલીસ મથક ખાતે ખૂન કરવાના ઈરાદે હુમલો કરાયો હોવ‍ાની ફરીયાદ નોંધાયેલ હતી.આ  બનાવની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઈ  એમ.પી.વાળા તથા એલસીબી ઈ.ચા.પીઆઈ  વી.બી.બારડની સુચના મુજબ એલસીબી પીએસઆઈ એમ.એમ રાઠોડ દ્વારા ટીમ બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.તપાસ દરમ્યાન સદર હુમલામાં મહિલાના પતિ યોગેશભાઈ પટેલની સંડોવણી હોવાનું જણાતા  યોગેશભાઈ પટેલને ઝઘડિયા પોલીસ મથક ખાતે બોલાવીને પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને  કબૂલાત આપેલ કે સદર ઈજા પામનાર તેમની પત્ની  અનીતાબેન પટેલ ઘણા સમયથી તેમને ત્રાસ આપતા હોવાથી તેમનું ખૂન કરવા માટે મિત્રો કુળવેશભાઈ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ વસાવા રહે.ઝઘડિયા તથા કીરણભાઈ વસાવા રહે.લિમોદરા તા.ઝઘડિયાનાને કહેલ કે અનીતાના ત્રાસથી પોતે કંટાળી ગયેલ હોઈ તેને પતાવી દેવાની છે,પરંતુ આ કામને અંજામ આપતા સમયે તેને પહેરેલ ચેઈન અથવા અન્ય કોઈ દાગીના હોય તે લઈ લેવા,જેથી લૂંટ કરવાના ઈરાદાથી હત્યા થઈ હોવાનું જણાય.ત્યાર બાદ આ લોકો છેલ્લા પંદર દીવસથી પ્રયત્ન કરતા હતા દિવાળીનો તહેવાર હોવાથી નાના સાંજા ત્રણ રસ્તા ખાતે વાહનોની અવર જવર ઓછી હોઈ મોકો જોઈને ઉપરોકત ત્રણેય આરોપીઓેએ મહિલા પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું.ત્યાર બાદ બપોરના બે વાગ્યાના સમય દરમ્યાન યોગેશ પટેલની મોપેડ લઈને કુળવેશ ઉર્ફે કાલુ વસાવા તથા કીરણ વસાવા નિકળ્યા હતા અને રસ્તામાં કિરણ વસાવા  ઉતારી દીધેલ ત્યાંથી ચાલતો-ચાલતો નાના સાંજા ત્રણ રસ્તા ખાતે ગલ્લા પર આવી સદર મહિલા  પાસે વારંવાર સિગારેટ માંગી મોકો જોઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરેલ પરંતુ ઈજાગ્રસ્ત મહિલાના શરીર માંથી વધારે લોહી નીકળતું જોઈને કીરણ વસાવા ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાની બીકથી કરેલ પ્લાન મુજબ લૂંટ કરવાનુ ભૂલી ગયેલ અને જલ્દીથી સ્થળ પરથી ભાગી ગયેલ.ત્યાર બાદ  યોગેશ પટેલ કોઈને શક ના પડે તે માટે સ્થળ  પર આવીને ઈજાગ્રસ્ત અનીતાબેનની સાથે સિવિલ હોસ્પીટલ ભરૂચ ખાતે ગયા હતા.પરંતું સદ્દનસીબે  અનીતાબેનનો જીવ બચી ગયેલ હતો.સદર ગુના બાબતે ભરૂચ એલસીબી અને ઝઘડિયા પોલીસની ટીમે બે ઈસમો યોગેન્દ્રાભાઈ ઉર્ફે યોગેશ ડાહ્યાભાઈ પટેલ રહે.પટેલ ફળિયું બોરીદ્રા તા.ઝઘડિયા અને  કુળવેશભાઈ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ વસાવા રહે. ઝઘડિયાનાને ઝડપી લઈને કિરણભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે આ ગુના હેઠળ બે નંગ મોબાઈલ, મોપેડ -સ્કુટી નંગ ૨ કબ્જે લીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!