(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામની સીમમાં એક કેળના ખેતરમાં ખુલ્લી જગ્યામાં બેસીને જુગાર રમતા બે ઈસમો ઝડપાયા હતા.જ્યારે પોલીસની રેઈડ જોઈને અન્ય ત્રણ ઈસમો નાશી ગયા હતા.
આ અંગે ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૨૫ મીના રોજ પીએસઆઈ એ.એન.ચૌધરી ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈન્દોર ગામની કાળીભોઈની સીમમાં એક કેળના ખેતરમાં ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળીને જુગાર રમતા જણાયા હતા.પોલીસને જોઈને જુગાર રમતા ઈસમો ભાગવા માંડ્યા હતા.આ ઈસમો પૈકી બે ઈસમો ઈમરાન યુસુફ કુરેશી રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયા તેમજ નિયાઝઅલી ઈબ્રાહિમ શેખ રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયાનાને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાવેશ અંબાલાલ પાટણવાડીયા, સલીમ અહેમદ પઠાણ તેમજ નગીન ડાહ્યાભાઈ પરમાર તમામ રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયાના નાશી ગયા હતા.પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ નંગ ૨ મળીને કુલ રૂપિયા ૩૦૪૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈને જુગાર રમતા ઝડપાયેલા બે ઈસમો તેમજ નાશી ગયેલ અન્ય ત્રણ ઈસમો મળીને કુલ પાંચ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.