ભરૂચ,
ભરૂચના શક્તિનાથ વિસ્તારના સરદાર શોપિંગ સેન્ટરમાં ટુ વ્હીલરમાં મોડી રાત્રીએ લાગેલી આગ પણ શંકાના દાયરામાં આવી છે.કારણકે નજીકમાં રહેલ ઝેરોક્ષની દુકાનના સીસીટીવીનું મોઢું નીચે જમીન તરફ અને બંધ હોવાની વાતને લઈ તેમજ શોપિંગમાં કંપનીના કર્મચારીઓ માટે નો પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવાના પગલે ટુ વ્હીલરમાં લાગેલી આગ શંકાના દાયરામાં આવતા જ પોલીસ માટે તપાસ નો વિષય બની ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગમાં એક ટુ વ્હીલરમાં મોડી રાત્રીએ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી અને શોપિંગના પાર્કિંગમાં એક જ ગાડી પાર્ક કરેલી હતી.જો વધુ ગાડી પાર્ક કરી હોત અને આગ લાગી હોત તો વધુ નુકશાન થવાનો ભય ઉભો થયો હોત.પરંતુ જે સ્થળે ટુ વ્હીલરમાં આગ લાગી છે.ત્યાંના ઝેરોક્ષની દુકાનના સીસીટીવીની નજર જમીન તરફ એટલેકે નીચે કરેલ હોવાના કારણે એક્ટિવામાં લાગેલી આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેવી શંકાઓ ઉભી થઈ છે.પરંતુ ટુ વ્હીલરમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને થતા તેઓએ દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે ટુ વ્હીલરમાં બળીને ખાખ થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પાર્કિંગમાં ઔદ્યોગિક વસાહતમાં જતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરતા હોય અને શોપિંગના વેપારીઓને તકલીફ પડતી હોય જેના કારણે ત્યાં કર્મચારીઓ માટે નો પાર્કિંગના બોર્ડ પણ લાગવામાં આવ્યા છે.ત્યારે ટુ વ્હીલરમાં આગ કોઈ અસામાજીક તત્ત્વો દ્વારા લગાડી વાહન પાર્ક કરતા નોકરિયાત લોકોમાં ફફડાટ ઉભો કરવા માટે પણ આ કૃત્ય કર્યું હોય તેવી ચર્ચાઓએ લોકોમાં ભારે ચર્ચા જગાડી છે.ભરૂચ શહેરમાં અસામાજીક તત્ત્વોને ડામવા પોલીસ માટે જરૂરી બની ગયું છે.
ભરૂચના શક્તિનાથના સરદાર શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રીએ ટુ વ્હીલરમાં આગ
- મોડી રાત્રીએ ટુ વ્હીલર સળગી કે સળગાવાઈ જેવા અનેક સવાલો ઉઠતાં પોલીસ માટે તપાસનો વિષય - સરદાર શોપિંગ સેન્ટરમાં કંપનીના કર્મચારીઓ માટે નો પાર્કિંગ ના બોર્ડ લગાવ્યા હતા ત્યાં નજીકમાં ટુ વ્હીલરમાં લાગેલી આગ શંકાના દાયરામાં