ભરૂચ,
ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ૪૧ વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન યુવાનનું પણ તેમના નિવાસ સ્થાને મોત નીપજ્યું હતું. બંનેના આચનક મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભરૂચ જીલ્લામાં હાર્ટ એટેકથી મોત નિપજવાનો સીલસીલો યથાવત છે. ત્યારે ભરૂચ શહેરમાં મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ૪૧ વર્ષીય વિજય સુરેશભાઈ રાણા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો.આજે તે રાબેતા સમય મુજબ પોતાના ફરજ પર આવ્યો હતો.ત્યારે બપોરના સમયે તેને ગભરામણ થતા અચાનક ટેબલ પર ઢળી પડ્યો હતો.જેથી તેની સાથે કામગીરી કરતા સહકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ વિજયને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વિજયને પરિવારમાં પત્ની અને બે પુત્રી પણ છે.જ્યારે બે બહેનોનો માત્ર એક જ ભાઈની ચીર વિદાયથી માતા-પિતા પરિવારજનો સહિત સહકર્મીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેકટરની ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન કરતા યુવાન વિન્સેન્ટ જોનનું તેમના નિવાસસ્થાન આણંદ ખાતે અચાનક આજે સવારે હૃદયરોગનાં હુમલામાં તત્કાળ નિધન થયું હતું. ત્યારે ત્રણ દીવસની સરકારી રજાઓ માણી આજે અચાનક વિન્સેન્ટ જોનનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.