(સંજય પટેલ,જંબુસર)
હાજી કન્યા શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સેશનમાં ડોક્ટર ભૂમિકાબેન રાણા R B S K M O તાલુકા હેલ્થ ઓફિસ જંબુસર થી એચઆઈવી રોગ થામ અને વ્યક્તિગત સ્વચ્છતા વિષય પર માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ જ સરસ રીતે એચઆઈવી રોગ પ્રતિકારક શક્તિ અને તેના થવાના કારણો વિશે ખૂબ જ જીણવટ પૂર્વક સમજણ આપીશ બાળકોને એચઆઇવી ના લક્ષણો તથા તેની ન થવાના કાળજી રાખવાના કારણો સમજાવ્યા બાળકોને પ્રશ્નોત્તરી દ્વારા સરસ માર્ગદર્શન આપ્યું હતું.તદુપરાંત દરેક શિક્ષકો તેમને પણ સરસ માહિતી આપી બીજા સેશનમાં ઉજાસ ભણી અંતર્ગત કાર્યક્રમમાં પોક્સો વિશેની માહિતી આપતું એક સેશન ગોઠવવામાં આવ્યું હતું જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.પી.મલ્હોત્રા એ પોતાની હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષક જયંતીભાઈ સિંધા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષક છત્રસંગ સોલંકી દ્વારા આવેલ પીએસઆઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પીએસઆઈએ બાળકોને સ્ત્રી સુરક્ષા માટેનો હેલ્પલાઈન નંબર 181 અભયમ વિશે તથા ગુડ ટચ, બેડ ટચ વિશે સમજણ આપી હતી. તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરી શકાય તે વિશે પણ વિવિધ ઉદાહરણ આપીને સમજ આપી હતી.આ વિષય પર બાળકોએ પણ પોતાને થતા પ્રશ્નો પૂછીને તેના અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.ત્યાર બાદ તેઓએ બાળકોને સાયબર ક્રાઈમ અંતર્ગત માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષકો તથા બાળકોએ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.