(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસે છેલ્લા અઢી માસથી પ્રોહિબીશનના ગુના હેઠળ વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં નાસતાફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ઉમલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ઉમલ્લા પોલીસને બાતમી મળેલ કે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળ છેલ્લા અઢી મહિનાથી વોન્ટેડ અને પોલીસ પકડથી દુર રહેલ નાસતો ફરતો આરોપી રસીકભાઈ ઉર્ફે ટીનીયો રામસંગભાઈ વસાવા રહે.ગામ પાણેથા, તા.ઝઘડિયા, જી.ભરૂચના પાણેથા ગામે પોતાના ખેતરે આવવાનો છે.ઉમલ્લા પીએસઆઈ એ.એન.ચૌધરીએ ટીમ સાથે મળેલ બાતમી મુજબના સ્થળ નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ઈસમ આવતા સદર ઈસમને પકડી લીધો હતો અને આગળની કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
છેલ્લા અઢી મહિનાથી પ્રોહિબિશનના ગુના હેઠળ વોન્ટેડ આરોપીને ઉમલ્લા પોલીસે ઝડપી લીધો
- રસીકભાઈ ઉર્ફે ટીનીયો રામસંગભાઈ વસાવા રહે.ગામ પાણેથા પોતાના ખેતરે થી ઝડપી લીધો