ભરૂચ,
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા રહે. અમલઝર તા.ઝઘડિયા નાઓ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે કે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ગેરબંધારણીય હોદ્દેદારો દ્વારા તા.૧૭.૨.૨૪ ના રોજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિ વાર્ષિક અધિવેશન બોલાવેલ છે,જે સંઘના બંધારણ વિરુદ્ધ હોય હાલમાં પણ કોર્ટમાં કેસ ચાલુ છે અને જુની બોડી ચાલુ હોય ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પ્રમુખ તરીકેનો કાર્યભાર તેઓ સંભાળતા હોય સંઘનો અધિવેશન બોલાવવાની બંધાણી જોગવાઈ અનુસાર સંઘના પ્રમુખના નેજા હેઠળ બોલાવવાની જોગવાઈ છે,હાલમાં બોલવામાં આવેલ અધિવેશન ચૂંટણી કમિટી દ્વારા ચૂંટણીઓ યોજી ગેરબંધારણીય હોદ્દાઓ ધારણ કરેલ છે,જે બાબતે તેઓએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલ છે, આ ગેરબંધારણીય ચૂંટણીને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય લાલજીભાઈ બોડકાભાઈ વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી કરી દાદ માંગવામાં આવેલ છે અને જે પિટિશન હાલમાં પેન્ડિંગ છે અને અદાલત દ્વારા સામાવાળા પક્ષકારોને તા.૧.૨.૨૪ ના રોજ નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે જેની આગામી સુનાવણી ૧૩.૩.૨૪ ના રોજ રાખવામાં આવેલ છે, જે તમામ હકીકતોને ધ્યાને લઈ તા.૧૭.૨.૨૪ ના રોજ બોલાવવામાં આવેલ ગેરકાયદેસર અને ગેરબંધારણીય બોલાવેલ ત્રિ વાર્ષિક અધિવેશનને માન્યતા ન આપવા અને અધિવેશનમાં થયેલ કાર્યવાહીને ધ્યાનમાં ન લેવા તેઓએ રજૂઆત કરી છે.આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વીતી ગયેલ સમયની ત્રિ- વાર્ષિક અધિવેશન જાહેર કરવાની અને યોજવાની સત્તા પ્રમુખ તરીકે તેઓને હોય તેમ છતાં તેઓની સંમતિ કે તેમની જાહેરાત વગર ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમિતિ વાર્ષિક અધિવેશન ૧૭.૨.૨૪ ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે,તે બિલકુલ બિન અધિકૃત છે માટે જ્યારે આવનાર સમયમાં આયોજન કરી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિ-વાર્ષિક અધિવેશન યોજવામાં આવશે તે જ ત્રિ વાર્ષિક અધિવેશન અધિકૃત ગણાશે તથા જ્યારે પણ ત્રિ વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવશે ત્યારે બિનચૂક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને પણ અવશ્ય માન સહિત આમંત્રણ આપી તેમની હાજરીમાં સંઘનુ ત્રિ-વાર્ષિક અધિવેશન યોજાશે તેમ જણાવ્યું હતું.