google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratપ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા હેઠળ મરણ જનાર વીમા ધારકની બે લાખની વીમાની...

પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા હેઠળ મરણ જનાર વીમા ધારકની બે લાખની વીમાની રકમ તેના વારસદારને મળી

- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝઘડિયા શાખા દ્વારા મરણ જનાર છનાભાઈ વસાવાના વારસદાર મયુરભાઈને વિમાની રકમનો ચેક આપવામાં આવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા હેઠળ બેંકમાં બચત ખાતું ધરાવનાર ખાતા ધારકના ખાતા માંથી વાર્ષિક ૪૩૬ રૂપિયા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાની પોલિસી હેઠળ પ્રીમિયમની રકમ કપાતી હોય છે.આ ખાતાધારકનું મરણ થતાં તેના વારસદારોને વિમાની રકમ બેન્ક દ્વારા ચૂકવવામાં આવે છે.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝઘડિયા શાખામાં ઝઘડિયા તાલુકાના વખતપુરા ગામના છનાભાઈ વસાવા નું ખાતું હતું.જેમાંથી પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજનાના પ્રીમિયમના રૂપિયા ૪૩૬ વાર્ષિક કપાતા હતા.છનાભાઈનું કુદરતી મૃત્યુ થયુ હતું.જેથી છનાભાઈ વસાવાના વારસદારો વિમાની રકમના હકદાર થયા હતા.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝઘડિયા શાખાના પ્રાદેશિક વ્યવસાય કાર્યાલય ભરૂચના રવિશ સિન્હા ઝઘડિયા શાખાના બ્રાન્ચ મેનેજર આરુનાભ તથા ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના હસ્તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝઘડિયાના ખાતા અને વીમાધારક છનાભાઈ વસાવાના વારસદાર મયુરભાઈ છનાભાઈ વસાવાને રૂપિયા બે લાખનો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ વિમાની પાકતી રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બ્રાંચ મેનેજર દ્વારા ભારતીય સ્ટેટ બેન્કના માનવંતા ગ્રાહકોને આ યોજનાનો લાભ લેવા અને માહિતી માટે ઝઘડિયા બ્રાન્ચનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!