google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ "આત્મવિશ્વાસ હેલ્પલાઈન" અંતર્ગત વિવિધ શાળાઓમાં કાઉન્સિલિંગ...

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ “આત્મવિશ્વાસ હેલ્પલાઈન” અંતર્ગત વિવિધ શાળાઓમાં કાઉન્સિલિંગ સેશનનું આયોજન

- SSC, HSC ના બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું - પરીક્ષાના સંદર્ભમા પ્રોત્સાહન આપવા તેમજ પરીક્ષાનો ભય, ત‌ણાવ, ચિંતા દૂર કરવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલનું આયોજન

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચના માર્ગદર્શન હેઠળ “આત્મવિશ્વાસ હેલ્પલાઈન” અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત નેત્રંગની એમ.એમ ભક્ત હાઈસ્કુલ ખાતે તા.૮.૧.૨૪ રોજ SSC, HSC ના બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષાના સંદર્ભમા પ્રોત્સાહન આપવા તેમજ પરીક્ષાનો ભય, ત‌ણાવ, ચિંતા દૂર કરવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે શાળાના પ્રાર્થના હોલ ખાતે ૧૧ થી ૧ દરમ્યાન કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧૦ ના આશરે ૨૬૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ ના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેશનમાં કાઉન્સિલર તરીકે દિવાન ધનજીશા હાઈસ્કુલ ઝઘડીયાના ગણિત, વિજ્ઞાન શિક્ષક શશીન શાહ તેમજ એચ.એસ શાહ હાઈસ્કુલ જંબુસરના ફૈઝલભાઈ ભાણાભાઈ અંગ્રેજી વિષયના કાઉન્સિલર તરીકે જોડાયા હતા. શાળાના આચાર્યશ્રી આર.એલ.વસાવા તેમજ સુપરવાઈઝર પ્રમોદસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મળી રહે તે માટે પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતું અને સમગ્ર સેશન દરમ્યાન વિદ્યાર્થીઓ સાથેના પ્રશ્નોત્તરીમાં સક્રિય રીતે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.શશીનભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને MIND (મન) ના બે ભાગ કે જેમાં ચેતન મન અને અવચેતન મનનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસમાં  ઉપયોગ કરીને અસરકારક રીતે પરિણામ સુધારવામાં કઈ રીતે મદદ મળે છે? તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી.સાથે ફૈઝલ દ્વારા RRR નો અભિગમ અંતર્ગત READING, REVISION, RELEX નો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સમયાંતરે અમલ કરી કેવી રીતે સફળતા મેળવી શકે છે તેની સમજૂતી આપવામાં આવી હતી.બંને કાઉન્સિલર મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સરળ ભાષામાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉત્તરો આપી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય તે માટે કાઉન્સિલિંગ સેશનમાં કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!