(સંજય પટેલ,જંબુસર)
જંબુસર ખાતે નાંદી ફાઉન્ડેશનના નન્હીકલી પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જીલ્લામાં પાંચ બ્લોકમાં ૧૩,૦૦૦ જેટલી નન્હીકલીયોને આ પ્રોજેક્ટ હેઠળ સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.આ પ્રોગ્રામનો ઉદ્દેશ કોઈ પણ છોકરી શિક્ષાથી વંચિત ના રહે અને ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરે, જે અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર જંબુસર નૂતન યાદવની સૂચના અનુસાર કાર્ય કરવામાં આવે છે.આ સહિત નાની બાળાઓનો રમતગમત ક્ષેત્રે પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.આજના આધુનિક કોમ્પ્યુટર યુગમાં બાળકો પાછળ ના રહી જાય તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.મોબાઈલ, કોમ્પ્યુટરનો સદુપયોગ કરવામાં આવે મહિલાઓને સાયબર ક્રાઇમ અંગે વિકાસ અધ્યયન કેન્દ્ર મુંબઈ પ્રોગ્રામ ઓફિસર રેણુકા કર્ડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ વિરુદ્ધ સાયબર, બુલિંગ ,જાતીય હિંસા, સાઈબર સ્ટ્રોકિંગ, ડિપ ફેક, પોર્નો ગ્રાફી સહિતના અપરાધો અંગે સવિસ્તાર સમજાવ્યું અને સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાનૂન આઈ.ટી.એક્ટ, ઈન ડિસેન્ટ રીપ્રેઝન્ટીશન ઓફ વુમન એક્ટ, આઈપીસી, સીઆરપીસી, પોક્સો એક્ટ અંગે માહિતગાર કર્યા, અને મહિલા હેલ્પલાઈન ,ચાઈલ્ડ હેલ્પલાઇન, સાઇબર હેલ્પલાઈન, પોલીસ સ્ટેશનની મદદ માગવા જણાવ્યું હતું.સાયબર સેફટી માર્ગદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નન્હીકલી પ્રોગ્રામમાં કાર્યરત મહિલાઓએ ભાગ લીધો હતો.
જંબુસર નન્હીકલી પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને સાયબર સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું
- મહિલાઓ સાથે થતા અત્યાચાર અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી