(જયશીલ પટેલ,ઝઘડીયા)
દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અનવ્યે ઝઘડીયા તાલુકાના તાલુકાના કરાડ અને રતનપુર પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચી હતી.વિકસીત ભારતના રથનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓ દ્નારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રાથમિક શાળા ખાતે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરોલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો.સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી.આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા.જેનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું.સાથે રસીકરણ અને મેડીકલ હેલ્થને લગતી કામગીરી પણ કરવામાં આવી હતી.તે ઉપરાંત આ પ્રસંગે પોષણ યોજના,પશુપાલન,ટીબી નિક્ષય વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી.કાર્યક્રમ અન્વયે હેલ્થ કેમ્પ,પશુ હેલ્થ કેમ્પ,ઉજ્જવલા યોજના,પોષણ અભિયાન તેમજ રસીકરણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગામના સપરંચ,પંચાયતના સભ્યો,જિલ્લા પંચાયતના સભ્યો, અગ્રણી તેમજ પદાધિકારી,અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડીયાના કરાડ અને રતનપુર પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા
- આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરાયું