google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeStoriesજુના ભરૂચમાં રહીશોના મકાનમાં આજે પણ જોવા મળે છે ભૂગર્ભ જળ ટાંકા

જુના ભરૂચમાં રહીશોના મકાનમાં આજે પણ જોવા મળે છે ભૂગર્ભ જળ ટાંકા

- ચાર મહિના વરસાદી પાણીનો સંગ્રહ કરી સમગ્ર વર્ષ દરમ્યાન વપરાશમાં લેવાય છે પાણી - જુના ભરૂચના ઘણા ઉંચાણ વાળા વિસ્તારમાં પાલિકાનું હજીય નથી પહોંચતું પાણી - ઘરમાં બનાવેલા ભુગર્ભ જળ ટાંકામાં સંગ્રહ કરેલ વરસાદી પાણી આર્શીવાદ રૂપ : સ્થાનિક રહીશ

ભરૂચ,
જુના ભરૂચના ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી હજીય પહોંચતું નથી જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે.પરંતુ જુના ભરૂચના ઘણા વિસ્તારોમા વર્ષો જુના મકાનોમાં આજે પણ ભૂગ ર્ભજળના ટાંકાઓ જોવા મળે છે અને તે આર્શીવાદરૂપ બની ગયા છે.કારણકે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આજ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે અન્ય વપરાશમાં લઈને કુદરતી પાણીનો સદુપયોગ કરી રહ્યા છે.
નર્મદા નદી કાંઠે વસેલું ભરૂચ અને ભરૂચનો ઘણો વિસ્તાર ટેકરા ઉપર હોવાના કારણે અનેક સમસ્યા જોવા મળતી હોય છે.ત્યારે જુના ભરૂચના ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે.ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ ૨૫ થી ૩૦ ફૂટ ઉંડા ભુગર્ભ જળ ટાંકાઓમાં તેનો સંગ્રહ કરી આ પાણીનો ઉપયોગ શિયાળો અને ઉનાળો આમ ૮ મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે અને એટલે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યું છે.જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં અનેક ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે મોટા ભૂગર્ભ જળ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે અને જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે પોતાના મકાનની છત ઉપરથી વરસતા વરસાદનું પાણી ચોમાસાના ચાર મહિના સુધી આ ભૂગર્ભ જળ ટાંકામાં સંગ્રહ કરવા આવે છે અને ચોમાસાની ઋતુ બાદ આઠ મહિના સુધી પોતાના ઘરમાં સંગ્રહ કરેલું વરસાદી પાણી પીવા તથા રસોઈ બનાવવા સહિત વપરાશ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.જુના ભરૂચમાં વર્ષો જુની ઈમારતો આવેલી છે અને આ ઈમારતો ઊંચાઈ હોવાના કારણે ભરૂચ નગરપાલિકાની પાણીની પાઈપલાઈનો પહોંચી છે.પરંતુ પાઈપલાઈન વડે ફોર્સમાં પાણી પહોંચ્યું નથી.જેના પગલે આ વિસ્તારના લોકોએ પોતાના ઘરમાં વર્ષોથી વરસાદી પાણીનાં સંગ્રહ કરવા માટે બનાવેલા ભૂગર્ભ જળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થયા છે.ચોમાસાની ઋતુમાં ઓછો વરસાદ વરસે તો પણ ભુગર્ભ જળ ટાંકાઓ તૈયાર કરવામાં આવ્યા છે કે વર્ષો વર્ષ સુધી પાણી ખૂટી શકે તેમ ન હોય તેવું રહીશ તો જણાવી રહ્યા છે.

જુના ભરૂચમાં કેટલાય વિસ્તારોમાં આરો પ્લાન્ટનો દ્વારા મીઠું પાણી લોકો ખરીદી રહ્યા છે તો બીજી તરફ જુના ભરૂચ સહિત પારસીવાડ વિસ્તારમાં વરસાદી પાણી જે ભુગર્ભ જળ ટાંકાઓમાં સંગ્રહ કરેલું છે તે પાણી પણ કોઈ આરો પ્લાન્ટથી ઓછું નથી.ભૂગર્ભ જળ ટાંકામાં રહેલું પાણી શુદ્ધ મીઠુ અને સ્વાદિષ્ટ હોવાનું માનવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ રસોઈ સાથે પીવા અને અન્ય વપરાશમાં પણ ઉપયોગી બની ગયું છે.જેથી આ વિસ્તારના લોકો પાલિકાના પાણીથી નહીં પરંતુ કુદરતી વરસાદી પાણીના સહારે હોય તેમ લાગી રહ્યું છે.
તો બીજી તરફ ઘરની અંદર જ ભુગર્ભ જળ ટાંકાઓ વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે બનાવવામાં આવ્યા છે અને આ ભૂગર્ભ જળ ટાંકામાં ઘરમાં રમત રમતા બાળકો પડી ન જાય તે માટે ટાંકાઓની ઉપર લોખંડનું ઢાંકણું પણ મૂકવામાં આવે છે.જેથી બાળકોની પણ સેફટી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના ૫૦૦ મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકા નું પાણી પહોંચતું નથી પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈ વાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમી માટે આર્શીવાદરૂપ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!