ભરૂચ,
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૫૫૪ જેટલા રેલ્વે સ્ટેશનોનો પુન:વિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવર બ્રિજ તેમજ અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્ધાટન આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રર મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.આ પ્રસંગે ભરૂચ જીલ્લામાં પણ ચાવજ ગામ પાસે આવેલ રેલવે અંડરપાસનું ઉદ્ધાટન કરવામાં અવ્યું હતું.
ભરૂચમાં પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અંડપાસ લાકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ચાવજ ખાતેથી પસાર થતો રેલવે અંડરપાસનું આજે લોકાપર્ણ કરતાં નેશનલ હાઈવે સાથે રોડ કનેકટીવીટીમાં વધારો થયો છે.સંજોગાવશત ટ્રાફિકના કારણે નાગરિકો પાસે અંડરપાસ થી નેશનલ હાઈવે વાળા રસ્તાનો ઉપયોગ કરવોનો નવો વિકલ્પ ઉપલબ્ધ થશે તેમ તેમણે લાકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જીલ્લા પંચાયતના કારોબારી સમીતીના અધ્યયક્ષ ધર્મેશ મિસ્ત્રી સહીતના નગરપાલિકાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.