google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 22, 2024
HomeGujaratનર્મદાની બોરીદ્રા પ્રા.શાળામાં ઉનાળુ વેકેશનમાં જ્ઞાન સાથે ગમ્મતની અનોખી પ્રવૃત્તિ

નર્મદાની બોરીદ્રા પ્રા.શાળામાં ઉનાળુ વેકેશનમાં જ્ઞાન સાથે ગમ્મતની અનોખી પ્રવૃત્તિ

- ક્યાંયેય વેકેશન ન ભોગવતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાનો સેવા સાથેનો અનોખો શિક્ષણયજ્ઞ - વેકેશન હોવા છતાં અનિલભાઈ શાળાએ જાય છે : ઘરે ઘરે જઈ જેમને સ્કૂલે આવવાની ઈચ્છા હોય તેવા બાળકોને સ્કૂલે તેડી જાય છે - અનિલભાઈ દ્વારા શિક્ષણ, સેવા સાથે પ્રકૃતિ પરીઆવરણ બચાવવાનો અનોખો પ્રયાસ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદામાં હાલ ઉનાળું વેકેશનચાલે છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશનમાં વેકેશનની રજા માણવા બહાર ફરવા નીકળી જાય છે.પરંતુ નર્મદાના બોરીદ્રાના એક માત્ર મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વેકેશન જેવું હોતું નથી.પોતે વેકેશન ભોગવતા નથી કે રજાપણ મુકતા નથી.એવા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા એવા મુખ્ય શિક્ષક છે જે વેકેશનમાં પણ પોતાનો શિક્ષણયજ્ઞ આજે પણ ચાલું રાખ્યો છે.હાલ વેકેશન હોવા છતાં અનિલભાઈ શાળાએ જાય છે ઘરે ઘરે જઈ જેમને સ્કૂલે આવવાની ઈચ્છા હોય તેવા બાળકોને સ્કૂલે તેડી જાય છે.અહીં વેકેશન હોવા છતા બાળકો હોંશે હોંશે બાળકો સ્કૂલે આવે છે અને બાળકોને જુદી જુદી રમતો રમાડે છે અને ગમ્મત સાથે જ્ઞાન આપે છે.સાથે સાથે બાળ અભિનય ગીતો અભિનય સાથે શીખવે છે.એ ઉપરાંત પ્રવૃતિ દ્વારા વાચન, લેખન, ગણનપણ શીખવે છે.
અનિલભાઈ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી સ્વૈચ્છિક રીતે નૈતિક આત્મસૂઝ થી વેકેશન દરમિયાન કેટલાક દિવસ આવી ને બાળકો ને ભણવાનો મહાવરો મળી રહે તે હેતુથી શિક્ષણ આપું છું.જુદી જુદી રમતો રમાડું છું અને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો આનંદ આપે છે.અનિલભાઈ શિક્ષણ, સેવા અને પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે બોરિદ્રાના મુખ્ય શિક્ષક પ્રકૃતિનું જતન કરીને, પ્રકૃતિનું જતન કરવાનો સમાજ ને ઉત્તમ સંદેશ આપતા બોરિદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ ઉનાળુ વેકેશન માં બાગ,બગીચો અને વૃક્ષો ની માવજત કરે છે.વૃક્ષારોપણ કરે છે.છોડને પાણી પીવડાવે છે.વૃક્ષોને ધરતીમાતાને વંદન કરી પૂજા પણ કરે છે.શાળામાં જાતે સ્કૂલે વહેલા આવી બેલ પણ જાતે મારે છે.માં સરસ્વતીની પ્રાર્થના કરી શિક્ષણની શરૂઆત કરે છે.
આજે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યુ છે જે નું મુખ્ય કારણ પ્રકૃતિ નો માનવ દ્વારા વિનાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે હું શિક્ષણ સાથે સાથે પ્રકૃતિ બચાવવા નો પ્રયાસ કરું છું.હાલ વેકેશનમાં પણ દરરોજ સવારે શાળામાં જઈ ને બાગ, બગીચો અને વૃક્ષો ની માવજત કરી રહ્યા છે. સર્વ સમાજ ને પ્રકૃતિ બચાવવાનો અનોખો સંદેશ આપી રહ્યા છે.શિક્ષણ, સેવા અને પારિવારીક જીવનમાં ખુશી આવે તેવા ઉત્તમ કાર્ય કરતા બોરિદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની નિસ્વાર્થ ભાવે શિક્ષણ સેવાની પ્રવૃત્તિને ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે.
હાલ ઉનાળું વેકેશન દરમ્યાન તેઓ કાળઝાળ ગરમીમાં બાગ બગીચો અને વૃક્ષો ની માવજત દરરોજ સવારે ઊઠીને શાળાએ જાય છે અને પ્રકૃતિ ની માવજત કરી રહ્યા છે.વૃક્ષોએ આપણા મિત્રો છે વૃક્ષ છે તો જીવન છે તે સૂત્ર ને સાર્થક કરવાના હેતુ થી બાગ બગીચો અને વૃક્ષો ની માવજત કરી રહ્યા છે. તેઓ પોતાની અનોખી અભિનય કલા દ્વારા સમાજને જોડાવાનું પણ કાર્ય કરે છે. બાળકોને શિક્ષણ કાર્ય પણ કરાવે છેજેને કારણે ઘણા બાળકો ખૂબ આગળ વધી રહ્યા છે.
એ ઉપરાંત અનિલભાઈ મકવાણા દ્વારા બોરીદ્રા ગામમાં ફળિયે ફળિયે જઈને વિશ્વ પર્યાવરણ દિવસની માહિતી આપી પર્યાવરણનો મેસેજ પણ આપી રહ્યાં છે.અનિલભાઈ આજે અન્ય શિક્ષકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!