google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratજંબુસરમાં હોલિકાના પ્રેમી ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢી ધુળેટીની અનોખી...

જંબુસરમાં હોલિકાના પ્રેમી ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢી ધુળેટીની અનોખી ઉજવણી

- પરંપરાગત દર વર્ષે સ્થાનિકો દ્વારા ઉજવવામાં આવે છે તહેવાર - ઈલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાનો અને મહિલાઓ ઉમટી

(સંજય પટેલ,જંબુસર) 

હોલીકાના પ્રેમી ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.  જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માર્ટી માંથી ઈલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફ ળિયાના યુવાનો દ્વારા તેને જરૂયિાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઈલ્લાજી હોલીકાનો પ્રેમી હતો . હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઈલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે.તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું.ઈલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!