google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratનર્મદાના નાનકડા બાંડી શેરવાણ ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા

નર્મદાના નાનકડા બાંડી શેરવાણ ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા

- બાંડી શેરવાણ ગામના લોકોના એક વોટ્સએપ ગ્રુપમાં મદદની અપીલ કરાય છે : જોત જોતામાં QR કોડ સ્કેન કરીને યથાશક્તિ રકમ જમા થઈ જાય છે - ભેગી રકમ મૃતક પરિવારને આપી દેવાય છે : ડેડીયાપાડા સેવાભાવી આગેવાન રમેશભાઈ વસાભાઈ એ શરૂ કરી છે અનોખી પ્રથા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનું બાંડી શેરવાણ નામનું નાનકડું ગામ છે.વસ્તી ૭૦૦લોકોની છે.આ બાંડી શેરવાણ ગામના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા ડેડીયાપાડાના રમેશભાઈ વસાભાઈએ શરૂ કરી છે.
આ એકમાત્ર નર્મદાનું એવુ ગામ છે જે ગામમા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે ગરીબ પરિવાર દુઃખમાં હોય, તેની પાસે અંતિમ ક્રિયા કરવાના પણ પૈસા ના હોય. ત્યારે આવા ભાંગી પડે પડેલા પરિવારને બેઠો કરવા રમેશભાઈ વસાવાએ એક નવી અનોખી પ્રથા પોતાના ગામ બાંડીશેરવાણમાં શરૂ કરી છે.
રમેશભાઈ વસાવા એક સેવાભાવી સામાજિક આગેવાન છે.અનંતા ટ્રેક્ટર્સ ના ડીલર પણ છે.તેમણે પોતાના ગામમાં એક નવી યોજના શરૂ કરી છે.બાંડી શેરવાણગામના લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે.આ ગ્રુપનું નામ છે “યુવા બાંડી શેરવાણ ગ્રુપ.” જેના તેઓ એડમીન છે.તેમના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય કે બેસણુંનો કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે વોટ્સએપ ગ્રુપમાં તે મૃતક પરિવારનું નામ લખવામાં આવે છે અને તેના પરિવારને મદદ કરવાની અપીલ કરવામાં આવે છે.એમાં લોકો ૫૦,૧૦૦,૨૦૦,૫૦૦,૧૦૦૦ રૂપિયાથી માંડીને જુદી જુદી રકમ ગામ લોકો સ્વેચ્છાએ નોંધાવે છે.. અને એ માટે ગ્રુપમાં આપેલ QR કોડ સ્કેન કરીને તરત જ ગ્રુપમાં ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેવાય છે. આ રકમ ભેગી થાય ત્યારે તે કુલ રકમને તેના પરિવારને આપી દેવામાં આવે છે.
રમેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા પ્રસંગમાં ૧૩,૫૫૦ રૂપિયા ભેગા થયા હતા.બીજા પ્રસંગમાં ૧૬,૦૦૦ ભેગા થયેલા,ત્રીજા પ્રસંગમાં ૧૮,૦૦૦ રૂપિયા ભેગા થયા હતા.આમ આ રકમ દર વખતે વધતી જાય છે.મૃતક પરિવારને મઆર્થિક રીતે મદદ કરવાની આપ પ્રથા ખૂબ લોકપ્રિય થઈ છે.અમે મદદનો હાથ લંબાવ્યો છે તમે પણતમારા ગામમાં આવું કરી શકો.અન્ય ગામોમાં પણ આવી પ્રથા આપનાવી મૃતક પરિવાર કે જરૂરિયાતમંદને મદદ કરવાની અનોખી પ્રથા અપનાવવા જેવી ખરી.જરૂરિયાતોને આર્થિક સહાયની આપવાની આ પ્રથાને બધાને આવકારી રહ્યા છે અને રમેશભાઈને અભિનંદન પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!