google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratરાજપીપલા આર્ટસ સાયન્સ કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવાયો

રાજપીપલા આર્ટસ સાયન્સ કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવાયો

- ગુલાબના ફૂલો પોતાની પ્રિયતમાને નહીં પણ જ્ઞાન આપનાર કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક ગુરુજનોને ગુલાબના ફૂલ આપી ગુરુવંદના કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપલા ખાતે આજે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવાયો હતો.જેમાં ગુલાબના ફૂલો પોતાની પ્રિયતમાને નહીં પણ જ્ઞાન આપનાર કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક ગુરુજનોને ગુલાબના ફૂલ આપી ગુરુવંદના કરી હતી.

આજે ૧૪ મી ફેબ્રુઆરી ના રોજ ગુરુવંદના, વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના અને પુલવામાં અટેક નાં શહીદોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો. સામાન્ય રીતે ૧૪ ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.ત્યારે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસની નજીક આવે તે આશયથી આ ત્રિવેણી સંગમ ઉજવવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ એન.સી.સી ના અને કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ એ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી બે મિનિટ મૌન પાડયું  હતું. જવાનોની શહાદતને યાદ કરતી રંગોળી વિદ્યાર્થીઓ એ કરી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ સર્વ ગુરુજનોને પુષ્પ અર્પણ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરી હતી. કોલેજના પ્રાચાર્ય ડૉ શૈલેન્દ્રસિંહ માંગરોલાએ કોલેજના વિદ્યાર્થીઓની પ્રશંશા કરી હતી અને આ પરંપરા આગળ ધપાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!