ભરૂચ,
ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા મોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદના કારણે લગ્ન આયોજકો અને શુકલતીર્થની જાત્રાની મજા બગડી હતી તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખેતીને પણ મોટું નુકસાન થવાનો ભય ઊભો થતાં ભરૂચ જીલ્લામાં ભર શિયાળે ચોમાસાની ઋતુ સર્જાઈ હતી.
ભરૂચ જિલ્લામાં રવિવારની જાહેર રજાના દિવસે વરસાદથી મેહુલિયાની એન્ટ્રી થઈ હતી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધમાકેદાર વરસાદ વરસતા સ્લમ વિસ્તારના લોકોની હાલત પણ સવાર સવારમાં દયનીય બની ગઈ હતી.વરસાદ વરસતા તાજેતરમાં જ લગ્નની સિઝન શરૂ થતા જ કેટલાય વિસ્તારોમાં લગ્નમંડપોમાં પણ કમોસમી વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું અને લગ્ન મંડપ સાથે અનેક શુભ પ્રસંગોમાં પણ કમોસમી વરસાદ વરસતા ભર શિયાળે લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો હતો.
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં શુકલતીર્થની જાત્રાનો પ્રારંભ કારતક સુદ અગિયારસથી થયો હતો અને દેવ દિવાળી સુધી એટલે કે પાંચ દિવસ સુધી મેળામાં લાખોનું માનવ મહેરામણ ઉમટતું હોય છે પરંતુ રવિવારની રજા ના દિવસે જ કમોસમી વરસાદ વરસતા શુકલતીર્થ મેળામાં પણ વરસાદનું વિઘ્ન વેપારીઓ માટે ચિંતાનું મોજુ બની ગયું હતું. શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદી કાંઠા ઉપર તંબુ નીચે યાત્રિકો રોકાતા હોય છે અને મેળાની મજા માણતા હોય છે કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા નર્મદા નદીના કાંઠે તંબુમાં રહેતા ૨૫ થી વધુ લોકોને ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર હોય દોડી જઈ સુરક્ષિત સ્થળાંતર કરવાની હતી અને શુકલતીર્થની જાત્રામાં વેપારીઓના સ્ટોલ અને મનોરંજન માટે વિવિધ રાઇડ્સો પણ પાણીમાં જોવા મળી હતી જેના કારણે વેપારીઓથી માંડી જાત્રામાં આવતા લોકોની મજા પણ બગડી હતી.કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા કસક વિસ્તારમાં વરસાદમાં પણ ડ્રેનેજ લાઈનો જામ હોવાના કારણે ગટરના અત્યંત દુર્ગંધ વાળા ગંદા પાણી રોડ ઉપર કાળા કલરના પાણી વહેતા થતા વાહન ચાલકો રાહદારીઓને દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ભયંકર રોગચાળાનો ભય પણ ઉભો થયો હતો મોસમી વરસાદે લગ્ન આયોજકો અને શુકલતીર્થની જાત્રાના ૫૦૦થી વધુ વેપારીઓ અને ખેડૂતોની હાલત ગંભીર કરી દીધી હતી.