(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ જેના કારણે વહેલી સવારથી ઠંડીનો માહોલ છવાયો હતો.સવારે ૯ કલાક બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે ગાજવીજ સાથે ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી.જે મોડી સાંજ સુધી ચાલુ જ રહેવા પામી હતી.આખો દિવસ વરસાદના કારણે વાતાવરણ ઠંડુ ગાળ બન્યું હતું જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.અચાનક આવેલા માવઠાથી ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે.લીલા શાકભાજી,કઠોર,કપાસ,તુવેર,ફળોના પાકને નુકશાની થશે અને જીવાત પડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.નર્મદા કાંઠા વિસ્તારમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.પુર બાદની નુકસાની બાદ આજ રોજ આવેલા માવઠા થી ફરી ખેતીને નુકશાન પહોંચ્યું છે.ખેડૂતોની સાથે સાથે સુગર મિલોના સંચાલકોને પણ માવઠાની સીધી અસર પડી છે.હાલમાં શેરડી કાપણીની ગતિ તેજ છે ત્યારે તેવા સમયે માવઠાથી ખેતરોમાં મજૂરી દ્વારા કાપણી થઈ શકે એમ નથી, સુગરો ચાલુ રાખવા શેરડીની જરૂરિયાત ઊભી થશે જેના કારણે સુગર સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે અને રોડ ટચ આવેલા ખેતરમાં વહેલી શેરડી કાપણી કરી સુગર માં શેરડીનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે.એ મુજબ હજી સેવાઈ રહે છે.ત્યારે રોગચારો ફેલાવવાની દેસત ઊભી થઈ છે કમોસમી માવઠાના કારણે અચાનક તાપમાનનો ફાળો બગડી જતા વાતાવરણ એકદમ ઠંડુ ગાળ બન્યું છે જેથી તેની અસર સીધી સ્વાસ્થ પર પડી રહી છે.