google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ : કપાસ,કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ 

ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ : કપાસ,કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ 

- સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક સાંજે વાદળો ઘેરાયા હતા અને ડેડીયાપાડાના સરીબાર,કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદતૂટી પડ્યો હતો.ત્યાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો.જોકે વરસાદની સાથે બરફના ઝીણા કરા પણ પડ્યાહતા મીઠાના નાના ગાંગડા જેવા કરા પડતા બાળકો કરા વીણવા દોડી આવ્યા હતા.છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડતી હતી.જોકે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરીહતી એનાથી લોકોને ગરમીમાં રાહત થઈ હતી.જોકે અચાનક કમોસમી વરસાદથી કપાસ કેરીના તૈયાર પાક ને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેસર કેરીનો પાક આ વખતે મોડો ઉતરવાનો હતો ત્યારે આ કેરીનો પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!