google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeStoriesરાજપીપલાના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના ખેતરમા એક લાખથી વધારે વૃક્ષોનું...

રાજપીપલાના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના ખેતરમા એક લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું

- આ શિક્ષકે ભાણદ્રા ગામે હજારો વૃક્ષો ઉછેરી વન વગડો તૈયાર કર્યો છે : પક્ષીઓના સંવર્ધન માટે ભાણદ્રાગામ પાસે વન વગડાનું નિર્માણકર્યું છે અને લુપ્ત થતા પક્ષીઓને બચાવવા માટે 200 થી વધારે વૃક્ષોપર માળા બનાવ્યા - આ સુંદર કામગીરી માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આદિવાસી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ ઍવૉર્ડ એનાયત થયો છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
શિક્ષક ધારે તો શું ન કરી શકે?શિક્ષણનાં પાઠ ભણાવતા આ પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ વર્ગખંડની બહાર જઈને આમ લોકોને પરીઆવરણનાં પાઠ શીખવી પ્રકૃતિ પરીઆવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અત્યાર સુધીમા આ શિક્ષકે એકલાખથી વધુ વૃક્ષો ઉછેરી અને લોકોને આકર્ષે એવો સુંદર વનવગડો બનાવ્યો છે.પોતાના ખેતરને આ શિક્ષકે વનવગડામાં પરિવર્તીત કરી દીધો છે.પર્યાવરણ પ્રેમી આ શિક્ષક ઉત્પલ પટ વારીએ પોતાના પાંચ એકર એક લાખ વૃક્ષો માં ખેતરમાં પક્ષીઓનાં ખોરાક અને બાળકો માટે મ 2000 ફળાઉ વૃક્ષો ઉછેર્યાં છે.તેમજ 200 જેટલાં પક્ષીઓના માળા બનાવ્યા છે.જેમાં આજે 2000થી વધુ જાતજાત ના પક્ષીઓ વિહાર કરે છે.પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલું એમનું ખેતર આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.આ સુંદર કામગીરી માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આદિવાસી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ ઍવૉર્ડ એનાયત થયો છે.૩૩ જિલ્લા માંથી પ્રકૃતિ સંરક્ષણ માટે ઉત્પલ પટવારીની પસંદગી કરાઈ હતી.
ગરુડેશ્વર તાલુકાના ભાણદરા ગામે રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા ઉત્પલ પટવારીએ પોતાના વ્યવસાય ની સાથે પ્રકૃતિમાં પણ રસ કેળવ્યો હતો.અને તેમના પ્રયાસોથી પોતાનાખેતર અને આજુબાજુનાવિસ્તારમાં એક લાખથી વધુવૃક્ષો તેમણે વાવ્યા છે.આ પ્રવૃત્તિની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી હતી.પોતે શિક્ષક હોવાથી દર વર્ષે શાળાના તમામ બાળકોને આ ઉપવનમાં પ્રકૃતિ શિબિર નું આયોજન કરીને તમામ બાળકો પ્રકૃતિની જાળવણી કરે તે માટે સતત માર્ગદર્શન આપે છે.
આ સાથે આ “ઉપવન”માં વરસાદ ના પાણી ના ભૂમિગત સંગ્રહ માટે ની વ્યવસ્થા કરેલ છે. જેથી પોતાના તમામ ખેતર નું પાણી, પોતાના જ ખેતરના નીચે ભૂમિગત જળ માં જમા થાય છે. એટલે કે ખેતરનું પાણી ખેતરમાં જ રહેએવુ સુંદર આયોજન કર્યું છે.આજના ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમતાં લોકો માટે ઉત્પલભાઈ એક પ્રેરણાસ્ત્રોત જરૂર બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!