ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડીજે અને મ્યુઝિક સીસ્ટમ જીલ્લાવાસીઓ ધામ ધૂમ પૂર્વક રામમય ભક્તિમય માહોલમાં પતંગ ચગાવી ધામધૂમ પૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.જ્યારે લોકોએ ઊંધિયું,જલેબી અને નાસ્તાની લિજ્જત માણી હતી.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, આજે વહેલી સવારથી જ પતંગ રસીયાઓ ધાબાઓ ઉપર પહોંચી ગયા છે. લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે અને સાથે સાથે ચીકી અને નાસ્તાની લિજ્જત માણી રહ્યા છે. કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું છે. કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મુકી રામમય ગીતો સાથે ભક્તિમય માહોલમાં પર્વની ઉજવણી કરી રહ્યા છે.આ ઉપરાંત શહેરીજનો તલસાંકડી, ચીક્કી, મમરાના લાડુ, ઉંધીયુ તેમજ જલેબીની જ્યાફત માણતા નજરે પડી રહ્યા છે.જ્યારે મકર સંક્રાંતિએ દાન-દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્વ છે. આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્વ છે.આ પ્રસંગે સવારથી જ મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ સંસ્કૃતિમાં મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે.મકરસંક્રાંતિએ કરેલા દાન કાર્યથી સામાન્ય કરતાં અનેકઘણા ફળની પ્રાપ્તિ થાય છે. પવિત્ર નદીઓમાં મકરસંક્રાંતિ સ્નાન કરવાથી રોગ-શોક દૂર થાય છે.