વાગરા,
વાગરા,
વાગરા પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે રોઝા ઈફ્તારનો કાર્યક્રમ પોલીસ સ્ટાફ દ્વારા યોજવામાં આવ્યો હતો.
પ્રજા રક્ષણના કાર્યમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજાલક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે.વાગરા પોલીસ દ્વારા સામાજીક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોઝા રાખતા રોઝદારોને રોઝા છોડાવવામાં આવ્યા હતા. ઈફ્તાર પાર્ટીના કાર્યક્રમમાં ફળફળાદી સહિતની વિવિધ વાનગીઓ પરોસ્વામાં આવી હતી.વાગરા નગર તેમજ આસપાસના ગામોના સરપંચો, રાજકીય અગ્રણીઓ,વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર પ્રતિનિધિઓ સહિતના લોકોએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ રમજાન માસ પ્રસંગે મુસ્લિમ બંધુઓ માટે સંધ્યા સમયે રોઝા ફળ અને સરબત આપી રોઝા છોડાવવામાં આવ્યા હતા.હિન્દુ મુસ્લિમ સમાજમા ભાઈચારો અને એકતા કાયમ બની રહે તે માટે પવિત્ર રમઝાન માસના પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં રહેલ દુષણો દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી ઈફ્તારનો સફળતા પૂર્વક કાર્યક્રમ યોજી લોકોમાં એકતા જળવાય રહે તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.