Monday, February 26, 2024
spot_img
HomeGujaratવલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ...

વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ભરૂચ જીલ્લાના ટંકારીયા ગામના વતની આદમભાઈ ખુશી જેઓ હાલ યુ કે તેઓના પરિવાર તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ.રાજેશ પટેલ સહિત તેઓની તબીબી ટીમ દ્વારા સેવાઓ પ્રદાન કરાઈ હતી.આયોજીત નેત્રરોગ નિદાન શિબિરમાં ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો.
૧૦૦ જેટલા જરૂરિયાતવાળા મોતિયાના ૧૦૦ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે.જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે.પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!