google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeઝઘડિયાના વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ત્રણ ઈસમોએ ઝઘડો કરીને લિમોદરાના યુવકને માર...

ઝઘડિયાના વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ત્રણ ઈસમોએ ઝઘડો કરીને લિમોદરાના યુવકને માર માર્યો

- અગાઉ કરાડ ગામે ચૈતરી નવરાત્રી દરમ્યાન થયેલ ઝઘડાની રીષ રાખીને બે યુવકોને માર મારી ઈજા પહોંચાડી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે એક લગ્ન પ્રસંગમાં આવેલ લિમોદરા ગામના બે યુવકોને રાજપારડીના ત્રણ ઈસમોએ અગાઉના ઝઘડાની રીષ રાખીને માર મારતા બન્ને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે રહેતો કેતન વસાવા નામનો યુવક તા.૧૪ મીના રોજ રાતના નવ વાગ્યાના સમયે તેના મિત્ર યશકુમાર સાથે વંઠેવાડ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો.આ લગ્ન પ્રસંગમાં બેન્ડ પાર્ટી આવેલ હોઈ કેતન અન્ય લોકોની સાથે નાચવા પડયો હતો.આ લગ્ન પ્રસંગમાં રાજપારડી ગામના ત્રણ ઈસમો કરણ વસાવા,રોશન વસાવા તેમજ બળદેવ વસાવા પણ હાજર હતા.આ અગાઉ કરાડ ગામે ચૈતરી નવરાત્રીની આઠમની ઉજવણી દરમિયાન કેતન કરાડ ગામે ગયો હતો અને ત્યાં બેન્ડ પાર્ટી આવેલ હોઈ અન્ય લોકોની સાથે તે નાચતો હતો ત્યારે કેતનના મિત્ર યશકુમારનો ત્યાં હાજર બળદેવભાઈને ધક્કો વાગી જતા બળદેવભાઈ સાથે બોલાચાલી થઈ હતી.આ બાબતની રીષ રાખીને વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ભેગા થઈ જતા રાજપારડીના કરણ વસાવા અને રોશન વસાવાએ કેતનને પકડી રાખ્યો હતો અને બળદેવ વસાવાએ તેના હાથમાં પહેરેલ પંચ જેવી વસ્તુ કેતનને માથામાં મારી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો.ત્યાર બાદ કેતન અને યશકુમાર ઘરે પરત આવવા નીકળ્યા હતા ત્યારે તે લોકોએ તેમનો પીછો કર્યો હતો,અને ઝઘડિયા ચોકડી પાસે બન્ને યુવાનોને રોકીને બળદેવભાઇએ યશકુમારને પણ તેને પહેરેલ પંચ જેવી વસ્તુ માથામાં મારતા યશકુમાર પણ ઇજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.
આ ઘટના સંદર્ભે કેતનના પિતા મુકેશભાઈ કાળિયાભાઈ વસાવા રહે.ગામ લિમોદરા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ બળદેવ વસાવા,રોશન વસાવા તેમજ કરણ વસાવા તમામ રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!