ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગિરિજી મહારાજના પાવન સાનિધ્યમાં ૨૬ મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે.જેના ભાગરૂપે આજે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો.
ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી ૨૬ મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત આજે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતેથી ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ તથા ૮/૨/૨૦૨૪ થી ૧૪/૨/૨૦૨૪ સુધી રોજ બપોરે ત્રણ થી છ સમય દરમિયાન શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાઘીશ્વર માતા સત્યાનંદગિરિજી માતાજી કથાનું રસપાન કરાવશે.ત્યારે આજે આ કથાની પોથીયાત્રા ઝાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળી ઝાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત ઝાડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થયો હતો તથા તારીખ ૧૪ તારીખે કથાની પૂર્ણાહુતિ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ ૫૧ કુંદી ગાયત્રી મહાયજ્ઞ સવારે ૮ કલાકે તથા એ જ દિવસે સાંજે સંતવાણી ડાયરો જેમાં પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તથા તારીખ ૧૬/૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ ૨૬ મો નર્મદા જયંતિ મહોત્સવમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં સવા લાખ દિવડાની મહા આરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી નર્મદા મહાપૂજન 1000 નંગ સાડી અર્પણ, મહા અભિષેક,કેક કટીંગ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ નિમિત્તે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરી રહ્યા છે.