google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratએનટીપીસી ઝનોરમાં સ્વચ્છતા પખવાડા અને બાલિકા સશક્તિકરણ મિશનના આયોજન હેઠળ વિવિધ કાર્યક્રમો...

એનટીપીસી ઝનોરમાં સ્વચ્છતા પખવાડા અને બાલિકા સશક્તિકરણ મિશનના આયોજન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા

ભરૂચ,

એનટીપીસી ઝનોરમાં સ્વચ્છતા પખવાડાનું આયોજન ૧૬.૦૫.૨૦૨૪ થી ૩૧.૦૫.૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે તેમજ બાલિકા સશક્તિકરણ મિશનનો કાર્યક્રમ પણ તા.૧૦.૦૫.૨૦૨૪ થી ૦૮.૦૬.૨૦૨૪ સુધી ચાલી રહેલ છે. 

સ્વચ્છતા પખવાડાનાં ભાગરુપે ઝનોર ગામમાં સ્વચ્છતા પર લોકોને જાગરુક કરવાનો એક નાનકડો પ્રયાસ તા.૨૬.૦૫.૨૦૨૪ નાં રોજ બાલિકા સશક્તિકરણ મિશનની બાલિકાઓ તેમજ તેમનાં શિક્ષકો દ્વારા નુક્કડ નાટિકા પ્રસ્તુત કરી કરવામાં આવી હતી.આ નાટિકાની સ્ક્રિપ્ટ બાલ ભારતી પબ્લિક સ્કુલનાં શિક્ષકો દ્વારા લખવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં એનટીપીસી ઝનોર,માનવ સંસાઘન વિભાગનાં પ્રમુખ વિજય લક્ષ્મી મુરલીઘરન, વિભાગાધ્યક્ષ અન્ય કર્મચારીઓ તેમજ જનોર ગામની ભારે ભીડ હાજર રહેલ હતી.ઝનોર ગામની બાળાઓ દ્વારા જનોર ગામમાં જ તેમનાં વાલીયો તેમજ સંબંધીઓ સામે નાટિકા પ્રસ્તુત કરી તેમજ એ નિહાળી તમામ લોકોમાં આનંદ તેમજ ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!