ભરૂચ,
વસંત પંચમીના શુભ અવસર પર ભરૂચ શહેરની સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રુંગટા વિદ્યા ભવન અને રુકમણી દેવી રૂંગટા વિદ્યાલય ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી પૂજન કરાયું હતું.જ્ઞાનની દેવીના આશીર્વાદ માટે આહવાન કરાયું હતું.શાળાના તમામ વિભાગના શિક્ષકો વહીવટી સ્ટાફ આ સરસ્વતી પૂજન દરમ્યાન સાથે જોડાયા હતા.
શિક્ષિકા સુનીતાબેન તથા પૂર્ણિમા બેન દ્વારા વસંત પંચમી મહત્વ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું.
સવિશેષ ભરૂચ સ્થાપના દિવસની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.રુગટા વિદ્યાભવનના પ્રાથમિક વિભાગના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા દ્વારા ભરૂચ શહેરનું પૌરાણિક મહત્વ અને ભરૂચની સોનેરી ઉપનામ સાથે ઓળખાતી વસ્તુઓ જેવી કે સોનેરી મહેલ,સોનેરી પુલ અને સોનાના પથ્થર વિશે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શ્રીદેવી વિદ્યાલયના આચાર્ય રાજેશ પરમાર સૌનો આભાર માન્યો હતો.