google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડીયાના ભાલોદ ગામે સૌભાગ્યવતી મહીલાઓ દ્રારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી

ઝઘડીયાના ભાલોદ ગામે સૌભાગ્યવતી મહીલાઓ દ્રારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે વટસાવિત્રી વ્રતની ઘાર્મીક આસ્થા સાથે મહીલાઓ દ્રારા શ્ર્ઘ્ઘાપૂર્વક  ઊજવણી કરવામાં આવી હતી.ભાલોદ ગામે આવેલા વિવિઘ વિસ્તારમાં આવેલા વડ વુક્ષ વિઘીવ્રત પૂજન અર્ચન કરી મહીલાઓએ ઘન્યતા અનુભવી હતી.જેઠ સુદ પૂનમે મહીલાઓએ પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય તેમજ સુખ,શાંતી માટે એક દિવસના નિર્જળા ઉપવાસ કર્યા હતા.

વટ સાવિત્રી વ્રત નિમિત્તે વહેલી સવાર થીજ સુહાગન મહીલાઓ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.સોળે શણગાર સજી વિવિઘ મંદીર ખાતે દર્શન અર્થે પહોંચી હતી.મંદીરની આસપાસમા પવિત્ર વટ વુક્ષ નજીક મહીલાઓ કોરોના ગાઈડ લાઈન મુજબ  સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પૂજાપાની થાળી સાથે વડ વુક્ષનુ પૂજન કરવા આવ્યા હતા.ત્યા ભુદેવો દ્રારા વટ સાવિત્રી કથા સાથે વિઘીવધ પૂજન અર્ચના કરવામા આવી હતી અને સૌભાગ્યવતી મહીલાઓએ કાચા સુતરના ઘાગાથી વટ વુક્ષની પ્રદક્ષિણા કરી હતી.પતીના લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

પૌરાણીક કથા અનુસાર સત્યવાનનુ અવસાન થતા તેને યમરાજા પાસેથી પરત લાવમાટે સાવિત્રી એ વડ વુક્ષનુ પૂજન અર્ચન કરી સત્યવાને જીવીત પાછો લાવે છે.ત્યાર થી વટ સાવિત્રીના વ્રત ઉજવણી મહીલાઓ દ્રારા કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!