ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં હવે વૈદિક હોળી દહનનું મહત્વ વધુ જોવા મળી રહ્યું છે જેથી હોળીની પૂજા – અર્ચનાના આયોજનો મોટા પ્રમાણમાં થતા હોય છે.પરંતુ કોરાનાકાળ બાદ પર્યાવરણ બચાવો અને વૃક્ષોનું નિકંદન અટકાવવા વૈદિક હોળી માટે ભરૂચના પાંજળાપોર અને વિવિધ ગૌશાળાના સંચાલકો પોતાના ત્યાં રહેલી ગાયના છાણ માંથી છાણા અને સ્ટીક તૈયાર કરી હોળી આયોજકોને ઓછા ભાવે આપે છે.જેથી તેનું વેચાણ વધતા ભરૂચ જીલ્લામાં લાકડાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે અને વેચાણ ઓછું થતા લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે.
ભરૂચ શહેર એન જીલ્લામાં સૌથી મોટો લાકડાનો વેપાર સોનેરી મહેલ ખાતે ચાલી રહ્યો છે અને હોલીકા દહનના સમયે ઉપયોગમાં લેવાતા લાકડા માટે હોળી આયોજકો તેની ખરીદી માટે ધામા નાંખતા હોય છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે અને હોલીકા દહનમાં હવે આયોજકો પણ લાકડા ખરીદીથી દૂર રહી વૈદિક હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખતા હોય જેના પગલે લાકડા વેપારમાં પણ મંદીના માહોલના કારણે હોળી દહનના ગણતરીના કલાકો બાકી હોવા છતાં લાકડાનું વેચાણ ન થતું હોય જેના કારણે લાકડાના વેપારીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ ભરૂચ પાંજરાપોળ દ્વારા ગાયના છાણનો સંગ્રહ કરી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી છાણા બનાવાઈ રહ્યા છે.જેનો ઉપયોગ વૈદિક હોળીમાં કરવામાં આવે છે.હોળીકા પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા કલાકો બાકી છે.ત્યારે હોળીકા દહનની અનેક તૈયારીઓ ચાલી રહી છે.વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે ભરૂચ પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીની પહેલ કરવામાં આવી છે.સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.પ્રદૂષણ રહિત ગણાતી વૈદિક હોળી ભરૂચ શહેર અને જીલ્લામાં આંગણે આંગણે પ્રગટે તે માટે ગાયના છાણ માંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે.શહેરવાસીઓએ રાહતદરે ભરૂચ પાંજરાપોળ ખાતેથી મેળવી શકશે છે.છાણાના વેચાણ માંથી જે કંઈ પણ આવક થાય છે તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનું પાંજરાપોળના સંચાલકો જણાવી રહ્યા છે.તો બીજી તરફ શહેર અને જીલ્લામાં આવેલી વિવિધ ગૌશાળાના સંચાલકો પણ હોળીમાં લાકડા નહિ પરંતુ ગાયના છાણાં માંથી હોળી પ્રગટાવવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી ગાયના છાણ માંથી હોળી દહન થઈ શકે તેવી સ્ટીક તૈયાર કરી હોળીકા દહન ના આયોજકોને રાહતદરે વિતરણ કરી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તેવી સંચાલકો આશા વ્યકત કરી રહ્યા છે.
વૈદિક હોળી પ્રગટાવવાથી તેના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ રહે તેવા સંકલ્પ સાથે વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તે જરૂરી છે.
ભરૂચમાં વૈદિક હોળીને લઈને ગાયના છાણ માંથી તૈયાર થયેલા છાણાઓ અને સ્ટીકોનું મહત્વ વધ્યું
- ભરૂચ જિલ્લામાં હોળીકા દહનમાં વૈદિક હોળીને લઈને લાકડા વેચાણમાં મંદીનો માહોલ - શહેરની સોસાયટીઓ,શેરીઓ સહિત ગામડાઓ મળી 300 થી વધુ સ્થળોએ થાય છે વૈદિક હોળીકા દહન