google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratઆશ્ચર્યજનક! રાજપારડી પંથકના ગામોની હદમાં સ્ટોક કરાયેલ રેતીના ઢગલાઓની જેતે ગ્રામ પંચાયતોને...

આશ્ચર્યજનક! રાજપારડી પંથકના ગામોની હદમાં સ્ટોક કરાયેલ રેતીના ઢગલાઓની જેતે ગ્રામ પંચાયતોને જાણ નથી કરાતી?

- રેતીનો સંગ્રહ કરવાની જમીન એનએ થયેલી હોવી જોઈએ ત્યારે જમીન ક્યાં હેતુથી એનએ કરવામાં આવી તેની જાણકારી ગ્રામ પંચાયત પાસે કેમ ન હોય?

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટ માંથી લાંબા સમયથી ખુબ મોટા પાયે રેત ખનન થાય છે.ત્યારે કેટલાક ઈસમો દ્વારા ચોમાસા અગાઉ રેતી ખરીદીને તેનો સંગ્રહ કરાતો હોય છે.હાલમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વચ્ચેના વિસ્તારમાં ઠેર- ઠેર મહાકાય રેતીના ઢગલા ઉભા કરાયેલા નજરે પડી રહ્યા છે.મોટાભાગના રેતીના ઢગલાઓની ઉંચાઈ એટલી મોટી હોય છે કે આ ઢગલો એક નાનો ડુંગર ઉભો હોય એમ જણાય છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાં મુખ્ય ધોરીમાર્ગને અડીને કેટલાક રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે.ઉપરાંત આ પંથકમાં કેટલાક ગ્રામીણ માર્ગો નજીક પણ રેતીનો સંગ્રહ થયેલ જોવા મળે છે.એક આશ્ચર્યજનક વાત સામે આવી છે જેમાં સામાન્ય રીતે જેતે ગ્રામ પંચાયતની હદમાં રેતીનો સ્ટોક કરાયો હોય તે ગ્રામ પંચાયતને જાણ હોવી જોઈએ અથવા તો તેઓએ કરવાની રહેતી હોય છે.પરંતું જાણવા મળ્યા મુજબ રેતીના સંગ્રહને લગતી કોઈ માહિતી ગ્રામ પંચાયત પાસે હોતી નથી.ઉલ્લેખનીય છે કે રેતીનો સ્ટોક કરવા ઉપયોગમાં લેવાતી જમીન બિન ખેતીની (એનએ) થયેલી હોવી જોઈએ તેવું ભૂસ્તર વિભાગના નિયમમાં આવે છે.ત્યારે સ્વાભાવિક છે કે ખેતીની જમીનને બિન ખેતીની જમીનમાં તબદિલ કરવાના પ્રોસેસમાં સ્થાનિક સ્તરે જેતે ગ્રામ પંચાયતની પણ ભુમિકા હોય પરંતું જેતે જમીન ક્યાં હેતુથી બિન ખેતીની કરવામાં આવી છે.તેનાથી ગ્રામ પંચાયતને અંધારામાં રખાય છે? અને જો આ બાબતે ગ્રામ પંચાયતને કોઈ જાણ કરવાની સંગ્રહ કરનારને કે ભુસ્તર વિભાગને જરુર ના લાગતી હોય તો એમાં કોઈ નિયમ જેવું ખરુ કે નહિ? અને જેતે ગ્રામ પંચાયત પાસે રેતીના સ્ટોકને લગતી કોઈ વિગતો ન હોય તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે આમાં પંચાયતની તો કોઈ નૈતિક જવાબદારીના જ ગણાયને? આ બાબત સાચેજ આશ્ચર્યજનક જણાય છે.
વળી રાજપારડી અને ઉમલ્લા પંથકમાં કેટલાક રેતીના ઢગલા રહેણાંક વિસ્તારમાં ઉભા કરાયા છે.ક્યારેક પવનના કારણે રેતી ઉડતા સ્થાનિક રહીશોને પડતી તકલીફ માટે કોણ જવાબદાર ગણાશે? ભુસ્તર વિભાગ પણ રેતીના સ્ટોક બાબતની જાણ સંબંધિત ગ્રામ પંચાયતને કેમ નથી કરતું? આમાં કોઈ નિયમ જેવું છે કે કેમ? કે પછી બધુ લોલમલોલ ચાલી રહ્યું છે? આને લઈને આવા કંઈ સવાલો ઉભા થઇ રહ્યા છે અને સવાલ એ પણ ઉભો થાય છે કે ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વચ્ચેના વિસ્તારોમાં જે રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે તે બધા એનએ થયેલી જમીનમાં છે કે પછી કોના બાપની દિવાળી? ભુસ્તર અધિકારી નરેશ જાની લાંચના છટકામાં ઝડપાયા બાદ ભુસ્તર વિભાગ જાણે એકદમ હરકતમાં આવી ગયું હોય એમ ખનીજ બાબતે વિવિધ સ્થળોએ સઘન તપાસ કરી રહ્યું છે.ત્યારે રેતીના ઢગલાઓ બાબતે ઉભા થયેલા વિવિધ સવાલોના જવાબ આપવા આગળ આવશે કે કેમ તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!