google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઝઘડિયાના લિમોદરા ગામે ગટર લાઈનના કામમાં ગોબાચારી થઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ઝઘડિયાના લિમોદરા ગામે ગટર લાઈનના કામમાં ગોબાચારી થઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

- તકલાદી કામ થયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની નવેસરથી ગટર લાઈન બનાવવા માંગ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે બનાવેલ ગટર લાઈનમાં તકલાદી કામ થયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ફરીથી નવેસરથી ગટર લાઈન બનાવાય તેવી માંગ કરી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ લિમોદરા ગામના સુકવણા ફળિયામાં વોર્ડ નંબર ૭ અને ૮ માં ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન બનાવવામાં આવી હતી.આ ગટર લાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને નવેસરથી ગટર લાઈન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૭ અને ૮ માં બનાવેલ ગટર લાઈનનું કામ તકલાદી થયું છે અને પાઈપ લાઈન ઉપરથી ફક્ત સાંધા માર્યા છે નીચેથી ખુલ્લા છે તેથી નીચેથી લીક થાય છે.ગ્રામજનોએ વધુમાં આ ગટર લાઈન નવેસરથી બનાવવા માંગ કરી હતી.

ઉલ્લેખનીય છેકે વિવિધ સરકારી યોજનાઓ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રજાલક્ષી કામો થતાં હોય છે.અને આવા કામો કોન્ટ્રાક્ટરો દ્વારા કરાવાતા હોય છે.જોકે ઘણીવાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર તંત્રની મિલીભગતથી આવા પ્રજાલક્ષી કામોમાં ગોબાચારી થાય અને નામમાત્રનું કે પછી તકલાદી કામ થાય ત્યારે જેતે વિસ્તારના લાભાર્થી નાગરિકોમાં રોષ ફેલાતો હોય છે. આજ પ્રમાણે ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે વોર્ડ નંબર ૭ અને ૮ માં બનાવેલ  ગટર લાઈનમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા ગ્રામજનો આગળ આવ્યા છે ત્યારે લિમોદરાના જાગૃત નાગરીકોની લાગણી સમજીને તંત્ર પ્રજાના પૈસા લઈને પણ કથિત તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને ગટર લાઈનની કામગીરી નવેસરથી કરવા તાકીદ કરશે ખરુ?કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે? ત્યારે લિમોદરા ગામે ગટર લાઈનની કામગીરીમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે હાલતો સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

અત્રે મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકા પંચાયતમાં વિવિધ યોજનાઓ જેવી કે આર.ઓ પ્લાન્ટ યોજના, આવાસ યોજનાઓમાં ખૂબ મોટા પાયે ગોબાચારી થઈ હોય સાંસદ દ્વારા પણ આ બાબતના અહેવાલો ઝઘડિયા તાલુકા પંચાયત માંથી મંગાવ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!