google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratજંબુસરના કાવી ગામના સસ્પેન્ડ મહિલા સરપંચને પુનઃ સરપંચ પદે યથાવત રાખવા ગ્રામજનોની...

જંબુસરના કાવી ગામના સસ્પેન્ડ મહિલા સરપંચને પુનઃ સરપંચ પદે યથાવત રાખવા ગ્રામજનોની માંગ

- તેઓના સમર્થનમાં હિન્દુ સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય,સાંસદ અને ભાજપ જીલ્લા પ્રમુખને રજુઆત ક

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના કાવી ગામના સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચ મિનાજબેન સાજીદભાઈ મુન્શીના સમર્થનમા તથા તેઓને પુન: સરપંચ પદે યથાવત રાખવાની માંગ સાથે કાવી ગામના હિંદુ સમાજના અગ્રણી ઓ તથા મોટી સંખ્યામા હિન્દુ ગ્રામજનો  ધારાસભ્ય,સાંસદ તથા જીલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરવા દોડી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કાવી ગામના મહિલા સરપંચ મિનાજબેન સાજીદભાઈ મુન્શીને તાજેતરમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાના દુરપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.કાવીના સરપંચ મિનાજબેન મુન્શીને રાજકીયદ્રેષ ભાવથી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામમાં પ્રસરતા કાવી ગામના હિંદુ સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને કાવી ગામના હિંદુ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભુ કાવી ખાતે એકત્ર થયા હતા અને આ સસ્પેન્શન રાજકીય ઈશારે થયુ હોય અગ્રણીઓ તથા હિંદુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી,સાંસદ મનસુખ વસાવા તથા જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાને તાલુકા ના ભાજપ ના એક અગ્રણી ની આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરી ના વિરોધ મા ઉગ્ર રજુઆત કરવા તથા આગામી લોકસભા ની ચુંટણી નો બહિષ્કાર કરવા ની જાણ કરવા ભરૂચ જવા રવાના થયા હતા. કાવી ગામ ના હિંદુ અગ્રણીઓ તથા હિંદુ ગ્રામજનો એ કાવી થી નીકળી પ્રથમ નાહીયેર ગુરૂકુલ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામી ની મુલાકાત કરી હતી.અને તેઓ ને કાવી ની વાસ્તવિક સ્થિતિ જણાવી ભાજપ ના તાલુકા ના એક અગ્રણી ની શંકાસ્પદ કામગીરી ની ઉગ્ર રજૂઆત કરી મહિલા સરપંચ મિનાજ મુન્શી નુ સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી.અને જો તેમ નહી થાય તો ચુંટણી નો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!