google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાના રતનપુર ગામનું જર્જરીત સરકારી દવાખાનુ ઉતારી લેવા ગ્રામજનોની રજૂઆત

ઝઘડિયાના રતનપુર ગામનું જર્જરીત સરકારી દવાખાનુ ઉતારી લેવા ગ્રામજનોની રજૂઆત

(જયશીલ પટેલ,ઝઘડીયા)

આરોગ્યની મોટી મોટી વાતો સ્ટેજ પરથી કરનારા આરોગ્ય મંત્રી તથા રાજ્ય થી લઈ તાલુકા મથક સુધીના આરોગ્ય અધિકારીઓની વાતો માત્રને માત્ર આ કાનેથી સાંભળી પેલા કાને કાઢી નાખવા જેવી જ હોય છે કેમકે આરોગ્યની સાથે સાથે આરોગ્ય વિભાગનું ગામે ગામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે ઝઘડિયા તાલુકાના ટ્રાયબલ એરિયામાં કેટલી એ જગ્યાએ જર્જરીત હાલતમાં છે.જે બાબતની જાણ તાલુકા તથા જિલ્લા આરોગ્ય અધિકારીઓને છે જ છતાં પણ વહીવટમાં બેદરકારીના કારણે તેને કોઈ ગંભીરતાથી લેતું નથી, 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગૃપ ગ્રામ પંચાયત માં રતનપુર,સરકારી વાઘપુરા, સરકારી હરીપુરા,ભીલવાડા તથા નવી વસાહત અવિધા જેટલા પાંચ ગામ સમાવિષ્ટ છે અને આ ગામોની આશરે ૪૦૦૦ જેટલી વસ્તી છે,રતનપુર ગામ ખાતે સરકારી દવાખાનાનું મકાન આવેલું છે જે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી તદ્દન જર્જરીત હાલતમાં છે અને બિનઉપયોગી છે,છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ ચાર હજાર ગ્રામજનો ને આરોગ્ય ને લગતી સમસ્યા બાબતે જવાબદાર રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ રતનપુર ગ્રામ પંચાયતના એક રૂમમાં હાલમાં દવાખાનું ચલાવી રહ્યા છે. ગ્રામજનો તથા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નવું દવાખાનું બનાવી આપવા માટે તાલુકા સ્તરે રજૂઆત કરી છે પરંતુ તેનું કોઈ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી, નવું દવાખાનું બનાવવાની વાત તો દૂર રહી પરંતુ ગામમાં જે આ જર્જરીત દવાખાનું છે તેને ઉતારી લેવાની પણ આરોગ્ય વિભાગ દ્વારા તસ્દી લેવામાં આવી નથી, ગ્રામ પંચાયત દ્વારા પણ આ બાબતનો ઠરાવ કરી ઝઘડિયા મામલતદારને આપવામાં આવ્યો હતો એ ઉપરાંત ગ્રામજનો દ્વારા ઝઘડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી ઝઘડિયા તથા આરોગ્ય વિભાગ ઝઘડિયા તાલુકાને પણ લેખિતમાં રજૂઆત કરી છેલ્લા દસ-બાર વર્ષથી જર્જરીત થઈ ગયેલ આ સરકારી દવાખાના ને ઉતારી લેવા માટે અરજી કરી છે, ગ્રામજનોએ પોતાની અરજીમાં ભય વ્યક્ત કર્યો છે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ચોમાસામાં દવાખાનું પડી જાય તેવી હાલત છે આ બાબતે અવારનવાર ગ્રામજનો ભેગા થઈ મૌખિક રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી,જેથી જૂનું દવાખાનું ઉતારી લેવામાં આવે અને નવા દવાખાનાનું બાંધકામ સત્વરે ચાલુ થાય તેવી રજૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!