google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારા પરથી નદીમાં નાવડી મુકીને રેતી ઉલેચાતા નિયમોનો સરેઆમ...

ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારા પરથી નદીમાં નાવડી મુકીને રેતી ઉલેચાતા નિયમોનો સરેઆમ ભંગ

- રેત માફીયાઓ અને તાલુકા - જીલ્લાના અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાની આશંકા - ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા પર આવેલ સરકારી જમીન માંથી પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું છે

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદી માંથી લાંબા સમયથી આડેધડ થતા રેતખનનથી પર્યાવરણ પર ખતરો મંડાયો હોવાની બુમો ઉઠવા પામી છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટ માંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલા રેતખનનને લઈને અવારનવાર વિવાદ સર્જાતો જોવા મળે છે.સામાન્ય રીતે રેતખનનની બાબતે લીઝ સંચાલકોએ ઘણાબધા નિયમો જાળવવાના હોય છે, પરંતુ જરૂરી અને પાયાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની બુમો ઉઠવા છતા તાલુકા અને જીલ્લાના સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી તંત્ર અને રેત માફીયાઓ વચ્ચે મિલિભગત હોવાની આશંકા ઉઠવા પામી છે.નાવડી મુકીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતાં નાવડી મુકીને રેતી ઉલેચાઈ રહી છે.ઝઘડિયા તાલુકાના ભાલોદ,ટોઠિદરા, ઓરપટાર,ગોવાલી,પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં કેટલાક સ્થળોએ નાવડી મુકીને રેતી ઉલેચાઈ રહી છે.જરૂરી નિયમોની ઐસી કી તૈસી કરીને રેત માફીયાઓ આડેધડ રેતી ઉલેચી રહ્યા છે.જેને લઈને પર્યાવરણની અસ્મિતાને ખુલ્લેઆમ નુકશાન પહોંચી રહ્યુ છે.

ભરૂચ ખાણ ખનીજ વિભાગીય સુત્રોએ પણ નાવડી મુકીને રેત ખનન કરવું ગેરકાયદેસર હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ.છતાં બધુ રાબેતા મુજબ કેમ ચાલે છે? આ બાબત રહસ્યમય પ્રશ્નાર્થ સર્જે છે.ઝઘડિયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ કોના બાપની દિવાળી કહેવતને સાર્થક કરતા હોય એમ આડેધડ નિયમોનો ભંગ કરી રહ્યા હોવા છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યુ હોય એમ લાગે છે. ઉપરાંત નર્મદામાં ગેરકાયદેસર પુલિયા બનાવીને તેના પરથી રેતીના વાહનો પસાર કરવાનો વિવાદ પણ ભુતકાળમાં વકર્યો હતો.નદીમાં ગેરકાયદેસર પુલિયા બનાવવાના કારણે નદીના વહેણમાં અવરોધ આવતો હોય છે,આમ આને લઈને સરેઆમ પર્યાવરણને નુકશાન પહોંચતુ હોય છે.નાવડી મુકીને તેના દ્વારા ગેરકાયદેસર થતા રેતખનન બાદ પાણી નીતરતી રેતીનું ટ્રકો દ્વારા વહન કરાતુ હોય છે.પાણી નીતરતી રેતીનું વહન કરવું નિયમ વિરૂધ્ધ હોવા ઉપરાંત તેનાથી રસ્તાઓને નુકશાન થાય છે.આ સ્થળે નર્મદા નદી જ્યાં વહેછે તેનો કેટલોક ભાગ વડોદરા જીલ્લાની હદ માંથી પણ પસાર થાય છે,ભરૂચ ઉપરાંત વડોદરા જીલ્લાની હદ માંથી પણ મોટાપાયે રેતખનન થતુ હોવાની બુમો ઉઠવા પામી છે.નર્મદામાં નાવડી મુકીને રેતી કાઢતા રેત માફીયાઓને જરૂરી નિયમો સમજાવવા તાલુકા અને જીલ્લાના અધિકારીઓ આગળ આવશે ખરા? કે પછી જૈસે થે ની જેમ પરિસ્થિતિ જળવાઈ રહેશે? આ બાબતે પણ જનતા જવાબ માંગે છે.વળી આ બાબતે સંબંધિત ગ્રામ પંચાયતોના તલાટીઓ અને હોદ્દેદારો પણ ચુપકીદી સેવી રહ્યા હોવાની વાતો જાણવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!