google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, October 8, 2024
HomeGujaratવિશ્વ ઉમિયા રથનું આજરોજ ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું

વિશ્વ ઉમિયા રથનું આજરોજ ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું

ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરાયું સાથે જ મહા આરતી અને રાસ ગરબા યોજાયા હતા

ભરૂચ,

વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરાયું સાથે જ મહા આરતી અને રાસ ગરબા યોજાયા હતા.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધર્મ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક વૈશ્વિક સંસ્થા આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માન પૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવના ને મજબૂત બનાવવાના લક્ષ સાથે સંસ્થા અનેક કાર્યો કરી રહી છે ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક 100 વીઘા જમીનમાં 1,000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહેલ છે.ત્યારે જગત જનનીમાં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ દેદિપ્યમાન મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે.

ત્યારે આજરોજ ઝાડેશ્વર સાંઈ મંદિરે બપોરે 1:30 કલાકે ઉમિયા માતાના રથ આવતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહા આરતી અને રાસ ગરબા યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ આ રથ ચામુંડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ જીઆઈડીસી કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રી રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!