google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ  કરવાના મામલે ચૈતર વસાવા પરિવારની મુલાકાતે

ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ  કરવાના મામલે ચૈતર વસાવા પરિવારની મુલાકાતે

- વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા હાઈકોર્ટ, મહિલા આયોગ, માનવ અધિકાર પંચમાં જવાની પણ આપી ચીમકી

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા વિષપાન કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સાથે ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ  કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે.ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા,આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા તેમજ આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્યો સાથે આદિવાસી મહિલાના ઘરે જઈ તેની આપ વીતી સાંભળી હતી.ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર હાઈકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની આપી ચીમકી આપી વિધવા મહિલા એકલી નથી ભરૂચ જિલ્લાના તમામ લોકો તેની સાથે હોવાનું  ચૈતર વસાવા એ જણાવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!