(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા જીલ્લા વહિવટી તંત્ર ના સહયોગમાં મતદાન જાગૃતિ અભિયાન નર્મદા જીલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે.આજરોજ ઔદ્યગિક તાલીમ કેન્દ્ર તિલકવાડા ખાતે અને ભાદરવા ગામે મતદાન જાગૃતી અભિયાન કાર્યક્રમ યુવા સ્વયં સેવક નગીનભાઈ બારિયાની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો.નગીનભાઈએ યુવા મતદારોને મતદાનનું મહત્વ અને પોતાનો મત આપવાનો અધિકાર શું છે તે બાબતે તેઓને માર્ગદર્શન આપવામાં આવિયું.નેહરુ યુવા કેન્દ્ર ભારત સરકારનાં પ્રતિનિધિ અને યુવા આગેવાન ગૌરાંગભાઈ બારીયાએ યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમ્યાન વિવિધ યુવક મંડળના સદસ્ય હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર નર્મદાના જીલ્લા યુવા અઘિકારી સચિન શર્મા માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો.