google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratભરૂચ સહિત ગુજરાતની ૨૬ બેઠક માટે ૭ મી ના રોજ મતદાન :...

ભરૂચ સહિત ગુજરાતની ૨૬ બેઠક માટે ૭ મી ના રોજ મતદાન : ભરૂચ લોકસભા બેઠક પર ૧૭,૧૮,૭૯૪ મતદાર

- જિલ્લામાં ૧૮૯૩ મતદાન મથકોમાં ૫ દિવ્યાંગ, પ મોડલ અને ૫૦ સખી મતદાન મથકો

ભરૂચ,

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા બેઠક માટે ૭ મી મે ના રોજ યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી તે અંગે માહિતી આપી હતી.

ભરૂચ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો સહિત વડોદરા ની એક અને  નર્મદા જિલ્લાની એક મળી કુલ સાત વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે.જેમાંકુલ ૧૭,૧૮,૭૯૪  મતદારો માટે ૧૮૯૩ બુથોનું આયોજન કરાયું છે.જેના ઉપર ૭૦૫૫ કર્મચારીઓ ફરજ બજાવશે.આ વખતે પ દિવ્યાંગ,પ મોડલ,૫૦ મહિલા સંચાલિત મતદાન મથકો હશે.૮૦ થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે.ભરૂચ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું ૧૨ એપ્રિલે પ્રસિધ્ધ થશે.૧૯ એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તેમજ ૨૦ એપ્રિલે ઉમેદવારી ચકાસણી અને ૨૨ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.૭ મી મે એ મતદાન અને ૭ જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!