google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વોલ પેઈન્ટિંગ અભિયાન

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વોલ પેઈન્ટિંગ અભિયાન

- પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં ફરી એક વાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઈન્ટિંગ

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ફરી એક વાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઈન્ટિંગ થકી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા 2024ની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો,ત્યારે ગુજરાતમાં પણ આ કેમ્પેઈનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એસજી હાઈવે પર વોલ પેઈન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે. ભીંત પર કમળનું ચિત્ર અને ફીર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તેમના મત વિસ્તારમાં દીવાલ પર “કમળ” અને “ફીર એક બાર મોદી સરકાર”ના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકી તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે.આ પ્રસંગે પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!