google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat બલડેવા-પીંગોટ ડેમ માંથી સિંચાઈ માટેના અમુલ્ય પાણીનો થતો વ્યય

બલડેવા-પીંગોટ ડેમ માંથી સિંચાઈ માટેના અમુલ્ય પાણીનો થતો વ્યય

- સિંચાઈનું ખેતરમાં જવાને બદલે કોતરમાં વહી રહ્યું છે : સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં

0
74

નેત્રંગ,
ભરૂચ જીલ્લાના ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સેવાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે.ઉનાળામાં ગરમીના પ્રકોપના કારણે બોર-મોટર,તળાવ અને ચેકડેમમાં પાણીના સ્તર ભુગર્ભમાં તેજગતિએ ઉતરતા ધરતીપુત્રોને સિંચાઈ-પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.કાળી મજુરી કરીને ઉભો કરેલ પાક ખેડુતોની નજર સામે જ બળીને ખાખ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ, અમરાવતી, ટોકરી, મધુવંતી અને કિમ નદી પસાર થાય છે,અને વિશાળ બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ આવેલ છે.૫૦૦૦ થી વધુ હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી ત્રણેય ડેમની ક્ષમતા છે.પરંતુ ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઈ છે અને બલડેવા-પીંગોટ ડેમ માંથી સિંચાઈ માટેનું પાણી અપાઈ છે તે ખેતરમાં જવાને બદલે કોતરમાં વહી જતાં અમુલ્ય પાણીનો થતો વ્યય થઈ રહ્યો છે.પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં જણાઈ રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!