google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચના સોનેરી મહેલ નજીક પાણીની ટાંકીમાં તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોના...

ભરૂચના સોનેરી મહેલ નજીક પાણીની ટાંકીમાં તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા

- લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત અને તિરાડો હોવા છતાં ઉપયોગમાં લેવાતા સ્થાનિકો ઉપર જીવનું જોખમ - પાણીની ટાંકી ઘસી પડે તો મોટી હોનારત થાય તેઓ સ્થાનિકોને ભય : આ જ વિસ્તારના વોટર વર્કસના ચેરમેન આ ઘટનાથી અજાણ છે?

ભરૂચ,

રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધારવાનું નામ લેતું ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ શહેરના સોનેરી મહેલ નજીકની લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરીત બની છે અને પાણીની ટાંકીમાં પડેલી તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં તેને દૂર કરવામાં નહિ આવતા ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેઓ ભય ઉભો થયો છે.પરંતુ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે.પાણીની ટાંકી જર્જરીત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં આવી પણ છે નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડો વાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.જેના કારણે જર્જરી પાણીની ટાંકીની તિરાડો માંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાના કારણે પણ પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા ૧૦૦ થી વધુ મકાનના લોકોના જીવનું જોખમ ઉભું થાય તેવો ભય ઉભો થયો છે.જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતાર્યા છે અને જર્જરીત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટે માંગ કરવામાં આવી છે અને જો પાણીની ટાંકી જર્જરિત ઘસી પડે અને કોઈનો જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેઓ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની પાણીની ટાંકી અત્યંત જર્જરીત હોય સાથે તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકાના વોટર વર્કસ ના ચેરમેન ભીખીબેન જાદવ આ જ વિસ્તારમાં રહે છે.ત્યારે સવાલ એ છે કે શું તેમને જર્જરિત ટાંકી અને તેમાં પડેલી તિરાડો ધ્યાનમાં નહિ હોય કે પછી માત્ર ઘરેથી ચેરમેનની ઓફિસમાં બેસી પાછા ઘરે પરત ફરવાની વૃત્તિ ધરાવી રહ્યા છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.

– નવી ટાંકી તૈયાર હોવા છતાં સ્થાનિકોના જીવનું જોખમ ઉભું કરવા જૂની જર્જરીત ટાંકી પાલિકાએ કાર્યરત રાખી?

તંત્રનું હંમેશા એક મુદ્દો રહ્યો છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા હાલમાં જ ભરૂચના સોનેરી મહેલ ખાતે પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરીત છે અને ભરૂચના ઘણા વિસ્તારોને પાણી પુરવઠો પૂરો પાડે છે પરંતુ લાખો લિટરની પાણી જર્જરીત અને તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોય અને ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં હોવા છતાં નવી પાણીની ટાંકીનું લોકાર્પણ અને પ્રસિદ્ધિ મેળવવા માટે જૂની જર્જરીત પાણીની ટાંકી હજુ પણ પાલિકાએ કાર્યરત રાખતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

– પાલિકાના અધિકારીઓને અમારી સૂચના છે અમને મારી જ નાંખો : સ્થાનિકોનો આક્રોશ 

સોનેરી મહેલ ખાતે રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાની વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી પાણીની ટાંકી લાખો લીટરની ક્ષમતા ધરાવતી છે અને આ ટાંકીની તિરાડોમાંથી કુવારા પણ ઉડી રહ્યા છે.દિવાળીએ પાણીની ટાંકી ઉતારવામાં આવશે તેવું આશ્વાસન પાલિકાએ આપ્યું હતું પરંતુ આચારસંહિતાના કારણે નવી ટાંકીના લોકાર્પણ માટે પાલિકાના તંત્ર રાહ જોઈને બેઠું છે અને એટલા માટે અમારા સ્થાનિકોના જીવનું જોખમ ઉભુ કર્યું છે.જો કોઈને પણ ટાંકી ધસી પડવાના કારણે નુકસાન થશે તો પાલિકા જવાબદાર રહેશે તેઓ આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!