ભરૂચ,
ભરૂચમાં સોમવારે પાલિકા દ્વારા ટાંકી અને સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠો બંધ રહેનાર છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીની એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંડરગ્રાઉન્ડ સંપ અને ઉંચી ટાંકી તેમજ જે.બી.મોદી પાર્ક ખાતે આવેલ અંડરગ્રાઉંડ સંપની સાફ-સફાઈ કરવાનું આયોજન કરેલ હોઈ તા. ૦૪/૦૩/૨૦૨૪ ને સોમવારના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી ભરૂચની તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી કરવામાં આવેલ છે.તા.૦૫/૦૩/૨૦૨૪ ને મંગળવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.