google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeGujaratતિલકવાડામાં કાંઠા વિસ્તારનું મોટા પાયે થતું ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ ક્યારે?

તિલકવાડામાં કાંઠા વિસ્તારનું મોટા પાયે થતું ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ ક્યારે?

- ૨૦૦૫ માં મેણ નદીમાં આવેલાં પૂરનું ધોવાણ પછી સતત ધોવાણ વધતું જઈ રહ્યું છે - ૧૮ વર્ષના વ્હાણાં વીતી ગયા છતાં સંરક્ષણ દીવાલ બનાવવા માટે સ્થાનિક નેતાગીરી બોદી પુરવાર થઈ છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું અનેક દેવી દેવતાંઓના મંદિરો ધરાવતું ગામ છે.આ ગામ મેણ નદીને કિનારે આવેલું છે.અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે.ત્યાં ૨૦૦૫ માં મેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.ત્યારથી દર વર્ષે ભારે વરસાદને કારણે મેણ નદીમાં પૂર આવતા હોય છે જેને કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર જ્યાં આ બે નદીઓ ભેગી થાય છે.ત્યાં ભારે પૂર આવવાથી ૧૦૦ થી ૧૫૦ મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે અને ધોવાણ સતત ક્ર્મશ:વધતું જઈ રહ્યું છે.જેને કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર, શિવ મંદિર,અંબાજી મંદિર,હોટલો અને ઘરો આ જમીન ધોવાણને કારણે તૂટી ગયા છે.દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોઈ પ્રાચીન મંદિરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય વર્ષોથી ગ્રામજનોએ આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ કરી રહ્યાં છે.પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાન આપતું નથી

૨૦૦૫ માં મેણ નદીમાં આવેલાં પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોઈ આજે ૧૮ વર્ષના વ્હાણાં વીતી ગયા છતાં સંરક્ષણ દીવાલ બનાવવા અહીંની નેતાગીરી બોદી પુરવાર થઈ છે.પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પરછે ત્યારે મન્દીરો બચાવવાનીપણ માંગ ઉઠવા પામી છે.ત્યારે હવે લોકસભાં ચૂંટણી વર્ષમાં તિલકવાડા મેણ નદી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સ્થાનિકો  કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!