google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratજંબુસરના કાવીમાં દરિયા માંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે કે પછી અન્ય...

જંબુસરના કાવીમાં દરિયા માંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે કે પછી અન્ય કોઈ વસ્તુ તંત્ર માટે તપાસનો વિષય બન્યો

- માછીમારની જાળમાં આવેલી વસ્તુ શિવલિંગ કે સ્ક્રેપ મટીરીયલ તપાસનો વિષય - સિલિકોનની અંદર કોઈ વસ્તુ નાંખવાથી તે જામ થયા બાદ તેને તોડી શકાતું નથી તેનો આ નમૂનો હોવાનું અનુમાન - સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું આની સ્પષ્ટતા થયા બાદ જ સ્થાપના કરવા અનુરોધ - કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર નજીક વધુ એક મંદિર બનાવવા લોકોએ દાન દક્ષિણાની પણ કરી અપીલ

ભરૂચ,
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈના મધદરિયામાં કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમ્યાન કાવી બંદરથી અંદાજીત ૧૮૦ કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ શિવલિંગને લઈ કાવી કંબોઈના બંદરે પહોંચ્યા હતા અને તેમાં સાપ સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ દેખાતી હોવાનું માની દર્શન અને પૂજા પાઠ શરૂ કર્યા હતા તો આ શિવલિંગ છે તેવું સ્પષ્ટ કોણ કરશે તેવા સવાલો વચ્ચે અનેક કુતુહલ ઉભા થયા છે.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કેટલાક માછીમારો તારીખ ૭ મી ફેબ્રુઆરીના રોજ તેઓના નિત્યક્રમ મુજબ માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમ્યાન કાવી બંદરથી અંદાજીત ૧૮૦ કિલોમીટર દૂર  ત્યાં તેમની જાળમાં કોઈ વજનદાર વસ્તુ આવી હતી જેનો આકાર શિવલીંગ જોવો હોય અને તેમાં સાપ તથા સંખ અને દેવી-દેવતાની પ્રતિમા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાતા માછીમારોએ પણ શિવલિંગ હોવાની અનુભૂતિ કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ જેવી દેખાતી વસ્તુને ૧૨ જેટલા લોકોની મદદથી ઉઠાવી તેને બોટ મારફતે કાવી બંદરે લાવ્યા હતા અને કાવી ગામના અતિ પૌરાણિક કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન અર્થે ઉમટ્યા હતા અને ભજન કીર્તન પણ શરૂ થઈ ગયા હતા અને વજનદાર અને શિવલિંગ જેવા આકાર ધરાવતી વસ્તુમાં ચાંદીનો સાપ અને દેવી-દેવતા તથા શંખ હોવાનું જણાય આવતા શિવલિંગ હોવાનો આભાસ કરી તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.તો બીજી તરફ માછીમારની દીકરીએ પણ કહ્યું હતું કે રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા.આજે તેમની જાળમાં શિવલિંગ આવી ગઈ છે અને આ શિવલિંગની અંદર ચાંદીનો સાપ તથા દેવી-દેવતા અને શંખ જેવું દેખાય છે અને તે વજનમાં એક ક્વિન્ટલથી વધુ હોવાનું તેમજ આજે આ શિવલિંગ જોઈને મને અનુભૂતિ થાય છે.
કાવી કંબોઈ ખાતે માછીમારોની મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ જેવું હાથે લાગ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા અને સોશ્યલ મીડિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બનતા આ શિવલિંગને જોવા માટે પણ લોકો સવારથી જ ઉમટી રહ્યા છે અને કમલેશ્વર મંદિરે શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યું છે તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને દર્શન અર્થે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને પહેલી વાર આવું અદ્દભુત શિવલીંગ જોયું હોવાનું કહી રહ્યા છે.
દરિયા માંથી માછીમારોને જે વસ્તુ મળી છે તે શિવલિંગ જ છે તેની સ્પષ્ટતા કોણ કરશે? આ પ્રશ્ન વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે.સૌપ્રથમ શિવલિંગ ક્યારેય પીળા કલરની હોતી નથી અને કાવી ગામના એક અગ્રણીએ કહ્યું કે આને શિવલિંગ કોણ સાબિત કરશે? એક સિલિકોન નામનું કેમિકલ જેવું પદાર્થ આવે છે અને તેમાં જો સિલિકોન ભરવામાં આવે તો કોઈ પણ આકાર બની શકે છે અને તે મજબૂત થઈ જાય છે સાથે માછીમારોને મળી આવેલી વસ્તુ શિવલિંગ હોય તો તેની સ્થાપના પણ તે જ્યાંથી મળ્યું છે ત્યાં જ થવી જોઈએ અને સૌ પ્રથમ તો આની સ્પષ્ટતા કરી શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવા માટે પોતાની વેદના વ્યક્ત કરી હતી.
કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિધાનંદ મહારાજનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો જેને શિવલિંગ સમજે છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કરે અને જો શિવલિંગ હોય તો તે અંગે અભિપ્રાય આપી વિધિવત સ્થાપના કરવા માટેનું પણ તેઓએ કહ્યું છે પરંતુ તેમની તપાસમાં પણ આ શિવલિંગ છે કે સિલિકોન જેવા પદાર્થમાં સ્કેપ છે.તે અંગે સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવે અને જો શિવલીંગ હોય તો તેને વિધિ વિધાનથી સ્થાપિત કરવું જોઈએ.
માછીમારોને દરિયા માંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તેમ સમજી હાલ તો તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન શરૂ થઈ ગયા છે અને કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.કારણકે આ મંદિર અતિ પૌરાણિક છે ક્યાં ૧૧ જ્યોતિલીંગ આવેલા અને વધુ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવે તો ૧૨ જ્યોતિલીંગ થઈ શકે.
કાવીના માછીમારોને દરિયામાંથી જે વસ્તુ મળી છે તે શિવલિંગ છે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે જંબુસરના મામલતદાર વી વી પરમારનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ કહ્યું હતું કે વાત ધ્યાન પર આવી છે અને તે શિવલિંગ છે કે કેમ તે અંગેની સ્પષ્ટતા કરવા માટે જે તે વિભાગના અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે અને જો શિવલિંગ હશે તો તેની સ્થાપના કરવામાં આવશે અને શિવલિંગ નહીં હોય તો તે અંગે ઉચ્ચ અધિકારીઓ જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!