Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratઅમરેલીથી સુરત જતી વેળા અંકલેશ્વર આમલાખાડી નજીક કારમાં લાગી આગ

અમરેલીથી સુરત જતી વેળા અંકલેશ્વર આમલાખાડી નજીક કારમાં લાગી આગ

- આગના પગલે મુખ્ય હાઈવે નંબર ૪૮ ઉપર ટ્રાફિકજામ : ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો - સદ્દનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

અંકલેશ્વર,
અમરેલીથી સુરત તરફ જતી કાર અંકલેશ્વરમાં આમલાખાડી નજીક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ ફાયરબ્રિગેડના લશ્કરોને કરાતાં તેમણે ટીમ સાથે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આગમાં કોઈ જાનહાનિ નહિ નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી એક કારચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યા હતા.આ સમય દરમ્યાન તેઓ અંકલેશ્વરની આમલાખાડી પાસે પહોંચતાં કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.આ સમયે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા.જોકે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠયા બાદ આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતાં આગમાં કાર ભડભડ સળગવા લાગી હતી.એના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તાત્કાલિક તેમની ટીમ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આગના કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર ૪૮ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.જોકે સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!