google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Crime ઝઘડિયાના લિમેટ ગામે આઠ મહિના અગાઉ મોબાઈલની ચોરી કરનાર ઈસમ મોબાઈલ સાથે...

ઝઘડિયાના લિમેટ ગામે આઠ મહિના અગાઉ મોબાઈલની ચોરી કરનાર ઈસમ મોબાઈલ સાથે ઝઘડિયા જીઆઈડીસી માંથી ઝડપાયો

0
55
Oplus_0

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતાફરતા આરોપીને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.વર્ષ ૨૦૨૩ ના નવેમ્બર માસમાં ઝઘડિયા તાલુકાના લિમેટ ગામે રહેતા કલ્પેશભાઈ બાલુભાઈ વસાવાનો રૂપિયા ૧૧૦૦૦ ની કિંમતનો  ઘરના બાથરૂમ પાસે ચાર્જીંગમાં મુકેલ મોબાઇલ ચોરાયો હતો.

આ સંદર્ભે તેમણે ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.ત્યાર બાદ સદર મોબાઈલ ચોરને ઝડપી લેવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન ઝઘડિયા જીઆઈ ડીસી પોલીસ મથક પીએસઆઈ પી.કે.રાઠોડને CEIR પોર્ટલ આધારે IMEI નંબર સર્ચ કરી તપાસ કરતા ચોરાયેલ મોબાઈલ સંબંધે જાણ થઈ હતી.તે મુજબ જીઆઈડીસી પોલીસ ટીમે ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાંથી સદર મોબાઈલની ઉઠાંતરી કરનાર અને આ મોબાઈલ ચોરીના ગુના હેઠળ છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી મંગલસિંહ ભિખારીલાલ રાઠોડ હાલ રહે.જીતાલી ગ્રીનસીટી સોસાયટી તા.અંકલેશ્વર જિ.ભરૂચ અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને મોબાઈલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!