ભરૂચ,
ભરૂચ શહેરમાં રાત્રિએ ૧૨ વાગ્યા સુધીમાં અનેક રેસ્ટોરન્ટો બંધ કરાવવામાં આવતા હોય છે.પરંતુ ભરૂચના કોલેજ રોડ ઉપરના રેસ્ટોરન્ટ આખી રાત ધમધમતા હોય છે જેને લઈને ઘણી વખત ધીંગાણુંઓની ઘટનાઓ સામે આવતી હોય છે.ગત મોડી રાત્રે આવી જ એક ફાફડા જેવી નહી જેવી બાબતે મારામારી સુધીની ઘટના બની ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બે ગ્રાહકો સામે ગુનો દાખલ થયો હતો જેને લઈને ધીંગાણુંના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ દિવસ રાત ધમધમી રહ્યુ છે અને આ રેસ્ટોરન્ટ ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે મામલો બૌડા વિભાગમાં પહોંચ્યો હતો પરંતુ રાજકીય દબાવમાં બે વર્ષથી દબાણો દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને રાજકીય નેતાઓની કટપુટલી બની અધિકારીઓ કામ કરી રહ્યા હોવાની ચર્ચા હોય ભારે જોડ પકડ્યું છે ગત મોડી રાત્રે ૨ વાગ્યાના અરસામાં 2 ગ્રાહક ફાફડાની ઈજ્જત માણવા આવ્યા હતા જેમાં સેગવા ગામનો ઈન્દ્રજીત હઠેસંગ ઉર્ફે જમાઈ પટેલ અને હિતેશ ઈશ્વર ગોહિલના હોય ફાફડા કેમ વેલો બનાવતો નથી તેમ કહી કઢી બનાવવાનો ડોયો ચમચો લઈ બનાવનાર અને માથામાં ઠોકી દેતા ઈજા થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાયું હતું અને રેસ્ટોરન્ટ સંચાલકો અને ગ્રાહકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જેને લઇ સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં સી ડિવિઝન પોલીસે પણ ગ્રાહક ઈન્દ્રજીત પટેલ અને હિતેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે આખી રાત રેસ્ટોરન્ટ ચલાવવાની મંજૂરી આખરે કયા વિભાગે આપી છે કારણ કે અનેક વખત આ રેસ્ટોરન્ટોમાં ધીંગાણું થતી હોવાની ફરિયાદો તથા છેડતીના બનાવો પણ સામે આવી ચૂક્યા છે અને રેસ્ટોરન્ટોમાં આવતા ગ્રાહકો પોતાના વાહનો પણ રોડ ઉપર જ પાર્ક કરી દેતા હોય છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાતી હોય છે.ત્યારે આ વિસ્તારના કેટલાક રેસ્ટોરન્ટો રાજકીય નેતાઓના ઓળખીતા અને રાજકીય હોદો ધરાવતા હોવાના કારણે પોલીસ કે અધિકારીઓ પણ તેમના રેસ્ટોરન્ટ બંધ કરાવી શકતા ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.