google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ શહેરમાં અશાંતધારાની મુદ્દત પૂર્ણ થવા છતા દસ્તાવેજની નોંધણી કેમ નથી થતી?

ભરૂચ શહેરમાં અશાંતધારાની મુદ્દત પૂર્ણ થવા છતા દસ્તાવેજની નોંધણી કેમ નથી થતી?

- લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આચારસંહિતા પણ પૂર્ણ છતાં લોકોને દસ્તાવેજ માટે ખાવા પડે છે ધક્કા - અશાંતધારાની મુદ્દત વધારવામાં નહિ આવતા અને દસ્તાવેજ નહિ થતા લોકોની લોન અટકી પડતા મુશ્કેલી

ભરૂચ,

ભરૂચ શહેર વિસ્તાર માટે મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અશાંતધારાના જાહેરનામા અંગેની બાબતે સામાજીક કાર્યકરદ્વારા મહેસૂલ સચિવને રજૂઆત કરાઈ છે.તેઓના જણાવ્યા મુજબ ૭ મી માર્ચ ૨૦૧૯ થી અમલમાં આવેલ અશાંત ધારાના નોટિફિકેશનમાં ભરૂચ શહેરના ચોક્કસ વિસ્તારોમાં તે લાગુ કરવામાં આવ્યો હતો.આ સૂચના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટીફિકેશન મુજબ ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ સમાપ્ત થતા પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય હતી.ઉપરોક્ત જાહેરનામા મુજબ ભરૂચના કલેક્ટરની પૂર્વ મંજુરી વિના જાહેર કરેલ વિસ્તારોની મિલકતો તબદીલ કરી શકાતી નથી.આમ છતાં ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ આ નોટિફિકેશનની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં  સબરજીસ્ટ્રાર હજુ પણ મૌખિક આદેશો દ્વારા આવી મિલ્કતોના દસ્તાવેજીકરણ અને સ્ટેમ્પિંગ પર ગેરકાયદેસર રીતે પ્રતિબંધ લગાવી રહ્યા છે.

આ ગેરકાયદેસર પ્રતિબંધ અસરગ્રસ્ત વિસ્તારોમાં અયોગ્ય અસુવિધા અને મિલ્કતના વ્યવહારોમાં વિલંબનું કારણ બને છે.તેથી સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા આ અંગેની રજૂઆત સ્થાનિક સામાજીક અગ્રણી દ્વારા મહેસૂલ સચિવને પત્ર પાઠવી સંબંધિત અધિકારીઓને યોગ્ય પગલાં લેવા સૂચના આપવા અને ખાતરી કરવા અનુરોધ કરાયો છે કે નોટિફિકેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોવાથી મિલ્કતના વ્યવહારો બિનજરૂરી અવરોધ વિના આગળ વધી શકે એ માટે ત્વરિત પગલા ભરવમાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારમાં લાગુ અશાંતધારાની અવધિ સમાપ્ત થયા બાદ લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ હોવાથી અશાંતધારા લાગુ હોય તે વિસ્તારના દસ્તાવેજ અટકી પાડયા હતા.જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.તો બીજી બાજુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આચારસંહિતા પણ પૂર્ણ થયા બાદ દસ્તાવેજ નહિ કરવામાં આવતા લોન ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી આવનાર સમયના દસ્તાવેજ થઈ શકે તે માટે અશાંતધારાને તાત્કાલિક રીન્યુ કરવામાં આવે તો અશાંતધારા વિસ્તારમાં રહેતા લોન ધારકો સહેલાઈથી દસ્તાવેજ કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!