google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratછોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપનાર જશુ રાઠવાને કેમ...

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપનાર જશુ રાઠવાને કેમ ટિકિટ આપી?

- ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ટિકિટ ના મળતા નારાજ જશુ રાઠવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતુ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

છોટાઉદેપુર ભાજપના રાજકારણમાં હંમેશા સક્રિય રહેલા અને એક સરપંચથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર જશુભાઈ ભીલુભાઈ રાઠવાને છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરાતા છોટાઉદેપુર બેઠકના સસ્પેન્સ પર પડદો પડી ગયો છે.

2019ની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસને હરાવવા માટે ભાજપે ગીતાબેન રાઠવા જેવા શિક્ષિત આદિવાસી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે એમના સ્થાને ભાજપે આદિવાસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા ૫૪ વર્ષીય જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે.

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે કામગીરી બજાવીએમણે અનેક હોદ્દાઓ મેળવ્યા હતા.જેમકે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ, આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે.જે કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.જશુભાઈ રાઠવા ગત 27 વર્ષથી એક સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે.જશુભાઈ રાઠવાને પક્ષ તરફથી છોટાઉદેપુર તાલુકા યુવા મોરચા કોષાધ્યક્ષ, તાલુકા મહામંત્રી રહી ચુક્યા છે.આ સાથે તેઓ છોટાઉદેપુર તાલુકા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, પ્રદેશ ST મોરચા ઉપપ્રમુખ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડાયરેક્ટર રહી ચુક્યા છે.સાથે જશુભાઈ રાઠવાએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકાર નિયુક્તસભ્ય, તાલુકા પંચાયત સભ્ય, 2017 વિધાનસભા બીજેપી ઉમેદવાર તરીકે ફરજ નિભાવી છે.

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગ્રામ પંચાયતના સરપંચ પદે રાજકિય કારકિર્દીની શરૂઆત કરનાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી હતી. ૨૦૧૭ની સાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને વિધાનસભાની ટિકિટ આપવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે કાંટે કી ટક્કર થઈ હતી.જેમાં માત્ર ૧૧૦૦ મતથી જ જશુભાઇ રાઠવાનો પરાજય થયો હતો. જોકે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ટિકિટ માંગી હતી.પરંતુ રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ ફાળવવામાં આવતા નારાજ થયેલા જશુ રાઠવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.જશુભાઈ રાઠવા અગાઉ 11 એપ્રિલના રોજ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને એક અઠવાડિયા તેમને ફરીથી ભાજપમાં સમાવી લેવામાં આવ્યા હતા.આમ છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કમળ ખીલવામાં મોટો સિંહ ફાળો રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીનું પ્રભુત્વ ગણાય છે.જો કે પ્રદેશ અધ્યક્ષ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય દ્વારા તેમને વચન આપવામાં આવ્યું હતું.જે આજે પરિપૂર્ણ થયું હોય તેમ ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં તેમને ટિકિટ ફાળવવામાં આવતા ભાજપના અદના તમામ કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે સીમાંકન બદલાતા જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે 2017માં ચૂંટણી લડ્યા અને માત્ર1,000 જેટલા મતોથી હાર્યા હતા.ત્યાર બાદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને તોડવા માટે મોરચો માડ્યો હતો.ત્યાર બાદ કોઈ કારણોસર વિવાદ થતા જશુભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ પણ ધરી દીધું હતું.

જશુભાઈ રાઠવાએ 2019માં ભાજપ માંથી લોકસભાની ટીકીટ માંગી હતી પરંતુ તે વખતે 8 ઉમેદવારો ભાજપ માંથી ટીકીટની રેસમાં હતા.ત્યારે 7 ઉમેદવારો પૂર્વ સાંસદ રામસીંગ રાઠવા સામે મોરચો માંડતા આખો મામલો ટિકિટનો દિલ્હી સુધી પહોંચતા રામસીંગ રાઠવા સિવાયના બીજા ઉમેદવારોમાંથી પસંદગી કરવા માટે સર્વ સંમતિ સાથે ઉમેદવારો આપતા ગીતાબેન રાઠવાની 2019માં ટિકિટ મળી હતી ત્યારે જશુભાઈ રાઠવાની લોકસભાની ટિકિટ કપાઈ હતી.ત્યારે હવે લોકસભા 2024માં ભાજપ માંથી 26 ઉમેદવારોએ ટિકિટ માગી હતી.જેને લઈ ભાજપ મોવડી મંડળ પણ ગુંચવણમાં મુકાયું હતું.અંતે વડાપ્રધાનના માનીતા જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

2022ની વિધાનસભાની ચુંટણી ટાણે કોંગ્રેસના 11 ટર્મથી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ભાજપમાં જોડવામાં જશુભાઈ રાઠવાનો સિંહ ફાળો હતો.ત્યારે બાદ કોંગ્રેસના કદાવર નેતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાને પણ ભાજપમાં જોડવામાં જશુભાઈનો સિંહ ફાળો રહ્યો છે.જેને લઈ છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત કરવાં મેદાને પડેલા જશુભાઈ રાઠવાને ભાજપે લોકસભાની ટિકિટ ભેટ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!